Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મારામારીની નજીવી બાબતે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર 5 વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારીના બનાવો બનતાં દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યોર વિરમગામ તાલુકાના ઘોડા ગામે ફરિયાદીની બહેનને નોકરી જવા માટે રીક્ષામાં આવવા હેરાન કરવાના મુદ્દે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ અંગે પાંચ શખ્સો સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ગ્રામ્ય પોલીસેે હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઘોડા ગામે રહેતા ફરિયાદી પૂનમબેન નવઘણ અંબારામ ચાવડા સાણંદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરવા જતા હતા તે દરમ્યાન કાકાજી સસરાનો દીકરો નવીન ચાવડા  પણ કંપનીમાં નોકરી માટે આવતો હતો ત્યારે નવીન દ્વારા જણાવેલ કે તારે બીજા સાધનમાં કંપનીમાં કામ કરવા જવું નહીં અને મારી રીક્ષામાં આવવાનું કહી હેરાન- પરેશાન કરતા હોય આ બાબતે કુટુંબીજનો દ્વારા સમજાવવા જતા આરોપી (૧) નવીન ચાવડા, (૨) મુકેશ ચાવડા, (૩) સોમાભાઈ ચાવડા, (૪) ધનીબેન ચાવડા, (૫) સુમીતાબેન ચાવડાએ એક સંપ થઈ છરી વડે હુમલો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે અંગેની ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં ચાર જણ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

(6:11 pm IST)