Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વલસાડમા ટેક્સમાં રાહત આપવા માટે બસ એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું

વલસાડ બસ એસોસિએશન દ્વારા કોરોનાને કારણે ટ્રાવેલ્સના વાહનો ચાલતા ન હોય ત્યારે પડી રહેલી તકલીફ અંગે ટેક્સમાં રાહત આપવા માટે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપયુ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ બસ એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વૈશ્વિક કોરોના મહામારી ના સમયમાં આપણા ગુજરાતમાં વર્ષ એટલે કે 25-3-2020 થી લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું મે માસના અંત સુધીમાં લાગુ પાડવામાં આવ્યું ત્યારે પ્રવાસીઓ વાહન વ્યવહાર એટલે કે ટ્રાવેલ્સ બસ સંપૂર્ણ અને બંધ હાલતમાં હતી ત્યારબાદ ઉપરોક્ત અલગ-અલગ ગાઇડલાઇન પ્રમાણે અનલોક લાગુ પાડવામાં આવ્યા જેમાં બસમાં મુસાફરી ભરવા શરૂઆતમાં 50% સીટમાં અને ત્યારબાદ 75 ટકા સીટમાં પરવાનગી આપવામાં આવી હતી પણ આ સમય દરમિયાન એપ્રિલથી સપ્ટેમ્બર એમ છ માસ માટે સરકારશ્રી દ્વારા ટેક્સ એટલે કે રોડ ટેક્સ ભરવા માટે સંપૂર્ણ માફી આપવામાં આવી તે ખુબ જ સરાહનીય છે અને અમે આપનો દિલથી આભાર માન્યો જ છે પરંતુ છ મહિનામાં એપ્રિલ-મે બે મહિના સંપૂર્ણ હોવાથી બસો બંધ હોય ને બસ રોડ ઉપર ચાલી ન હોવાથી ટેક્સમાંથી અમને લાભ મળેલ નથી ચાર મહિના પ્રવાસીઓની સંખ્યા નહીવત હોવાને કારણે પણ આ રાહત લાભ મળેલ નથી અનલોક દરમિયાન ૭૫ ટકા પ્રવાસીઓને લઈ જવાની છૂટમાં પણ સો ટકા ટેક્સ ભરવાનો હોવાથી અમે આર્થિક નુકસાન પહોંચેલ છે હાલમાં મોટાભાગના બસ માલિકોની બસ બંધ હોય જેના કારણે માર્ચ એન્ડિંગ ના ટેક્સના ભરાતા એમના પર આફત આવી પડી છે જે અંગે બસ એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કેમ  માચ ૨૧ બાકી ટેક્સના ત્રણ મહિનાની રાહત આપીને હપ્તા કરી આપવા વિનંતી અને બાજુના રાજ્યમાં કોરોના મહામારી સમાન રાજ્ય સરકાર લોકડાઉન કર્યું તેમ જ ૧૪૪ કલમ લાગુ પડી જવા પર પાબંદી હોય ટ્રાન્સપોર્ટ કરી શકે એમ નહીં હોય અને આવનારા સમયમાં આ પરિસ્થિતિ ચાલુ રહેશે તેવી શક્યતા હોઇ આગામી છ મહિના સુધી સામાન્ય થી લઈને બસનો નોનયુઝ મૂકી શકાય એવી રાહત આપી બસ માલિકોને રાહત થાય તેવી અપેક્ષા સરકારક્ષી  પાસે થી રાખી છે જેમાં આપ સાહેબ જનતા પ્રતિનિધિ તરીકે અમને મદદ કરી શકો બસ માલિકોને રાખવાનું ભક્તો કરવા વિનંતી છે

(5:01 pm IST)