Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આ બિલમાં લવજેહાદ શબ્દ છે જ નહિ તેમ કહી ઇમરાન ખેડાવાલાએ બિલને ફાડી નાખ્યું:ગૃહમાં ભારે ધમાલ

સાઉદી અરેબીયા જેવા કાયદા કડક બનાવો, વિપક્ષને ડરાવો મીડીયાને ધમકાવો તમે આ શું કરવા માંગો છો ? : પરેશ ધાનાણીએ કહ્યું ગુજરાતમાં ૨૫ વર્ષથી ભાજપની સરકાર છે, છતાં આવા ગુનાઓ રોકી શકયા નથી, ચૂંટણીમાં ધર્મના નામનો ઉપયોગ કરી ભય ફેલાવવાનું બંધ કરોઃ આલ્યા-માલ્યા જ માલ્યા જેવી વાતો ન કરો

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ વર્તમાન બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે સવારે ગૃહની શરૂઆત થઇ ત્યારે રાજયના રાજય ગૃહમંત્રીએ વર્ષ ૨૦૨૧નું ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અંગેનું વિધેયક રજુ કર્યું હતુ.

આ વિધેયક રજુ થયા બાદ ભાજપના પૂર્વેશ મોદીએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા અને આ બીલને સમર્થન આપ્યું હતુ. ત્યારબાદ ભાજપના જગદીશ વિશ્વકર્માએ પણા પોતાના વિચારો રજુ કર્યા હતા.

ર્વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના મંતવ્યો આપતા જણાવ્યુ હતુ કે ગૃહમંત્રી મિડીયામાં લવ જેહાદ કહી જોરજોરથી બોલતા હતા. પરંતુ કદી લવ જહાદ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. આઝાદીના આટલા વર્ષોમાં ૨૦૦૩માં ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક રજુ કરવામાં આવ્યુ હતુ જેમાં ખોટા નામથી ધર્મપરિવર્તન કરાવાય છે.

૨૦૦૨માં તમે આલીયા, માલીયાની  વાતો કરતા હતા આજે ૨૦ વર્ષ થવા આવ્યા પછી પણ એજ શબ્દો બોલ્યા કરો છો.

ધર્મપરિવર્તનનો દેશમાં ૯ રાજયમાં અમલ થાય છે. આ કાયદો બનાવવાનો અધિકાર રાજય સરકારનો છે. ધર્મપરિવર્તનમાં બળજબરી ન ચાલવી જોઇએ. મહિલાઓને લગ્ન માટે લલચાવવામાં આવે છે. ખોટા નામ ધારણ કરી ખોટી પ્રવૃતિ કરનારને સજા થવી જોઇએ કાયદામાં જોગાવાઇઓ કરવામાં આવી છે. ગુનાહીત કૃત્યમાં ૩ વર્ષની સજા અને દંડની જોગવાઇ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ૨૫ વર્ષથી છે છતાં ગુજરાતમાં આવા ગુનાઓ રોકી શકયા નથી. ભાજપ ચૂૂંટણીમાં ધર્મના નામનો ઉપયોગ કરી ભય ફેલાવે છે.

૧૯૫૪માં સ્પેશ્યલ મેરેજ એકટ બનાવવામાં આવ્યો હતો. દેશ આઝાદ થયો ત્યાં દેશના ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રામલાલજીના ભત્રીજીએ ફેઝામ કરીમ સાથે લગ્ન થયા છે.

દેશના કોઇપણ ધર્મના લોકો તિરૂપતિ, અમૃતસર જેવા ધાર્મિક સ્થળો પર જાય છે અને દર્શન કરે છે. આમ આકરા પ્રહારો સાથે પોતાના વિચારો રજુ કર્યા હતા.

આ સમયે વિપક્ષના સભ્ય ભીખાભાઈ જોષી કોમેન્ટો કરતા હતા. અધ્યક્ષે તેમનાં દશ મિનિટ માટે બહાર જવા આદેશ કર્યો હતો.

કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે પોતાના મંતવ્ય સાથે શરૂઆત કરતા જણાવ્યું કે કોઈપણ વ્યકિત છલકપટ કરતો હોય, ગુનાહિત કૃત્ય કરતો હોય ત્યારે તેને કડકમાં કડક સજા કરો પરંતુ ચૂંટણીલક્ષી ઉપયોગ ન થવો જોઈએ ભાજપ સરકાર આ બીલ હિંદુ સમાજને ગુમરાહ અને ભયમાં રાખવાનું છે. ગૃહમંત્રી અને ભાજપના સભ્યો માત્રને માત્ર મુસ્લિમ સમાજને બદનામ કરવામાં આવે છે. તે વ્યાજબી નથી. તેમ કહી બીલનો વિરોધ કર્યો હતો.

વિરોધ પક્ષના ઈમરાન ખેડાવાલાએ આ બીલ પર ચર્ચાયા ભાગ લેતા જણાવ્યું હતું કે મંત્રીશ્રીએ હિંદુ સમાજની દીકરીની વાત વારંવાર કરી મારે કહેવું છે કોઈપણ જ્ઞાતિની દીકરીએ દીકરી જ કહેવાય કાયદો કડક બને તે વાત સાથે હું સંમત છું. સાઉદી અરેબીયાના કાયદા છે તેવા કડક કાયદા બનાવો.

આ બીલમાં લવજેહાદ શબ્દ બીલમાં છે નહિ કોઈપણ વ્યકિત પોતાની વિચારધારાથી નિર્ણય કરવામાં આવતો હોય છે. આ બીલમાં લઘુમતી સમાજને બદનામ કરવાનો પ્રયાસ છે. આ બીલનો વિરોધ કરું છું અને આ બીલ હું ફાડી નાખું છું.

આ તબકકે ગૃહમંત્રી શ્રીએ ઉભા થઈ છળકપટ કરી અમારી દીકરીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. ગૃહમાં બીલ આવી રીતે ફાડવું તે વ્યાજબી નથી આ સભ્ય સામે કડક પગલાં લેવા જોઈએ.

આ તબકકે વિરોધ પક્ષના નેતા જણાવ્યું કે વિપક્ષને ડરાવો, મીડીયાને ધમકાવો આ તમે શું કરવા માંગો છો. આ તબકકે શૈલેષ પરમારે જણાવ્યું કે ધારાસભ્યને પોતાના સમાજનો બચાવ અને લાગણી દર્શાવવામાં અધિકારી છે. હજુ બીલ ગૃહમાં આવ્યુ નથી તે પહેલા મીડિયામાં આપ્યુ.  ત્યારે તેમ પબ્લીસીટી કરો છો તે વ્યાજબી છે.

(4:15 pm IST)