Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ફરી રેશનીંગના કેરોસીનમાં ભાવ ઝીંકાયો

દરેક તાલુકામાં ૧ રૂપિયો અને ૩૮ પૈસા વધ્યાઃ ફાળવણી હવે આવશે

રાજકોટ તા. ૧ :.. સરકાર કેરોસીનના દર પંદર દિવસે ભાવો વધારી રહી છે,

રેશનીંગનું કેરોસીન મેળવતા લાખો બીપીએલ - અંર્ત્યોદય કાર્ડ હોલ્ડરોની માઠી બેઠી છે, ગત માર્ચ ર૦ર૧ માં ૧પ મીએ રૂ. ૩ થી ૩ાા નો વધારો ઝીંકી દિધા બાદ આજે ૧લી એપ્રિલે ફરી ભાવ વધારો ઝીંકી દેતો પરિપત્ર ઉતારી દેવાયો છે.

સાધનોના ઉમેર્યા પ્રમાણે ગયા વખતે ૩૬.૭૯ થી ૩૪.૬૬ નો ૧ લીટરનો ભાવ હતો. તે આ વખતે ભાવ વધીને ૩૮.૧૭ થી ૩૯.૦૩ કરી દેવાયો છે. દરેક તાલુકામાં લીટર દીઠ ૧ રૂપીયો અને ૩૮ પૈસાનો વધારો ઝીંકાયો છે, હજુ ફાળવણી આવી નથી તે હવે જાહેર થશે, ગયા મહિને ૩૪૮ કિલો લીટરની ફાળવણી થઇ હતી.

(4:13 pm IST)