Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

૧૫ હાજર કેદીઓને કોરોના મહામારીથી ઉગારવા યુદ્ઘના ધોરણે લેવાતા પગલાંઓ વચ્ચે ખૂદ સેનાપતિ સંક્રમિત

રાજય સરકાર કટિબદ્ઘ છેઃ દેશને રસી શોધવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે ત્યારે અમે કેદીઓને ઉગારવા માટે જે રેકોર્ડ દેશમાં સ્થાપ્યો છેઃ તેમાં કોઈ જાતની પીછેહટ નહિ કરીએઃ મુખ્ય સેનાપતિ ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન. રાવનો દ્રઢ નિર્ધાર : આઇપીએસ રોહન આનંદ,જેલ સુપ્રિ.સાબરમતિ જેલ,, નો રેપિડ ટેસ્ટ પોઝિટિવ, પ્રથમ રાઉન્ડ સમયે પણ કેદીઓને કોઈ પણ ભોગે બચાવવા માટેના અભિયાનમાં નાયબ જેલ અધિક્ષક દિગ્વિજયસિંહ રાણા સહિત પોણો ડઝન અફસરો અને ૧૦૦ થી વધુ સાબરમતી જેલ સ્ટાફ ભોગ બનેલ

રાજકોટ, તા.૧: ગુજરાતની વિવિધ જેલોના ૧૫ હજારથી વધુ કેદીઓને કોરોના મહામારીમાં સાંપડતા બચાવવા યુદ્ઘના ધોરણે ચાલતી કામગીરી દરમિયાન સાબરમતી જેલ સુપ્રિ.આઇપીએસ રોહન આનંદનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેમનો આર.ટી.પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવનાર હોવાની બાબતને ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપવામાં આવ્યું છે.                     

એક નાના ગામ જેટલી વસ્તી અર્થાત્ ૩ હજારથી વધુ વસ્તી ધરાવતી સાબરમતી જેલના સેનાપતિનો ટેસ્ટ પોઝિટિવ આવવાના પગલે જેલમાં તકેદારીના પગલાં તાકીદે ભરવા સાથે કેટલીક વિશેષ કાળજી લેવાઇ રહી છે, તેમ ડો. રાવ દ્વારા જણાવવામાં આવેલ.                 

 અત્રે યાદ રહે કે કોરોના કાળના પ્રારંભે કેદીઓનો જીવ બચાવવા માટે સતત પ્રયત્નશીલ જેલ તંત્ર રહેતા સાબરમતી જેલના નાયબ અધિક્ષક દિગ્વિજયસિંહ રાણા સહિત ૯ અફસરો જે તે સમયે હોમ કોરોન્ટાઇન થયેલ, એટલુજ નહિ ૧૧૨ જેલ સ્ટાફ પણ કેદીઓને બચાવવાના મરણિયા પ્રયાસોને કારણે ૧૧૨ જેટલો સ્ટાફ સંક્રમિત થવા સાથે કુલ ૨૫૦ કેદીઓને અસર થયેલ.                                           

અત્રે યાદ રહે કે, ડો. કે એલ. એન.રાવ ટીમ દ્વારા પ્રથમથી જ જેલો   નિયમિત સેનીટેશન, જેલમા દાખલ થતાં પહેલાં સંબંધક કેદીઓના કોરોના ટેસ્ટ,નિષ્ણાત તબીબો પાસે જેલ તબીબોને તાલીમ સહિતના પગલાંઓને કારણે દેશના અન્ય રાજયો કરતા ગુજરાતની જેલોમાં અસર ઓછી થયેલ.                    

અત્રે યાદ રહે કે રાજકોટ જેલમા સુપ્રિ.બન્નો બેન જોષી ટીમ દ્વારા પણ ઝડપી કાર્યવાહી કોરોના વેકિસન માટે  ચાલી રહી છે.                                 

દરમિયાન ગોધરા જેવા સંવેદનશીલ શહેરની જેલોમાં પણ ૩૧૫ થી વધુ કેદીઓને વેકિસન આપવામાં આવી છે, કેદીઓને મહામારીમાં સાંપડતા રોકવા સરકાર એટલા પ્રયત્નો કરી રહી છે, આપણા દેશ દ્વારા જયારે રસી શોધાઈ છે ત્યારે જેલ કેદીઓને ઉગારવા અમારા પ્રયત્નોમાં કોઈ કચાસ નહિ હોય તેમ ગુજરાત જેલ વડા ડો.રાવ દ્વારા જણાવવામાં આવેલ.

(3:12 pm IST)