Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નકલી પોલીસ બનીને ફરતા રાજકોટમાં ૧૨ અને અમદાવાદમાં ૧૧૮ લોકો ઝડપાયા

આવા લોકોને કડકમાં કડક સજા ફટકારાશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજકોટ અને અમદાવાદ શહેરમાં બનાવટી પોલીસ બનીને લોકોને હેરાન કરતા હોવાની બાબત અને કોંગ્રેસના લલીતા વસોયાના પ્રશ્નના ઉત્તરમાં રાજય ગૃહમંત્રીએ જણાવ્યું હતુ કે તા.૩૧/૧૨/૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આવા નકલી રાજકોટમાં ૧૨ અને અમદાવાદમાં ૧૧૮ લોકો માલુમ પડયા છે.

આ બનાવટી પોલીસો રાજકોટ અને અમદાવાદ શહેરમાંથી નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરતા પૈસા ઉઘાવરતા તેમજ ડરાવતા માલુમ પડેલ છે. આ અંગે પુરતી ચકાસણી તેમજ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોઇપણ સંજોગોમાં આવી પ્રવૃતિ ચલાવી લેવાય નહિ સરકાર આવા ગુનેગારોને કયારેય છોડશે નહિ આ બાબતે વિગતવાર તપાસ કરતા ૧૦ આરોપીઓ એક કરતા વધુ વખત પકડાયેલ છે. આ અંગે પુછપરછ કરી બધુ વિગતો મેળવી અન્ય ગુનેગારોની તપાસ આવી રહી છે.

(3:11 pm IST)