Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી અદાણીએ પાર્કિંગના ચાર્જમાં વધારો ઝીંંકી દીધોઃ વિરોઘ

ફોરવ્હીલના ૩૦ મીનીટના રૂ.૯૦, બે કલાકના ૧૫૦ રૂા, ટુ-વ્હીલરના ૩૦ મીનીટના રૂ.૩૦ અને બે કલાકના રૂ. ૮૦ ચુકવવા પડશેઃ ૫ મીનીટ ફ્રી મળશે

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર ૧ એપ્રિલથી એટલે કે આજથી પાકિંગ ચાર્જમાં વધારો થશે. એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપનીએ કાર ર્પાકિંગ ચાર્જમાં બમણા અને ટૂ-વ્હીલર ર્પાકિંગ ચાર્જમાં ચાર ગણા વધારા સાથે એરપોર્ટ પર પિકઅપ ડ્રોપ ટાઇમ ૫ મિનિટનો કરી દેવાતાં વિરોધ થયો છે. જોકે પ્રથમ અડધા કલાકથી લઈને ૨ કલાક અને ૨૪ કલાકના ર્પાકિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

 એરપોર્ટ પર આવતાં-જતાં વાહનો માટે માત્ર ૫ાંચ મિનિટનો ફ્રી ટાઇમ આપ્યો છે, જેને કારણે હવે આવતા-જતા કારચાલક પાસેથી ૩૦ મિનિટના રૂ. ૯૦ અને ૨ કલાકના રૂ. ૧૫૦ વસૂલાશે. ટૂ-વ્હીલરના ૩૦ મિનિટના રૂ. ૩૦ અને ૨ કલાકના રૂ. ૮૦ ચૂકવવા પડશે.

 એરપોર્ટમાં રોડ પર તૈયાર થનારા ર્પાકિંગ ટોલ બૂથથી ટર્મિનલ સુધી જઈને પરત આવવામાં ૭થી ૮ મિનિટનો સમય લાગતો હોવાથી એરપોર્ટના એરાઇવલ અને ડિપાર્ચર વિસ્તારમાં આવતાં વાહનોના પણ ર્પાકિંગ ચાર્જ ચૂકવવા પડશે. એરપોર્ટના ઓટો સ્ટેન્ડમાં આવતા રિક્ષાચાલકોએ ર્પાકિંગમાં ઊભા રહેવાના રૂ. ૬૦ ચાર્જ ચૂકવવો પડશે તેમ જ એરપોર્ટ પર આવતા પ્રી-પેઇડ ટેકસીચાલકોને પણ ભાવવધારાની જાણ કરાઈ છે.

(3:09 pm IST)