Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ડુંગરા પોલીસે બાઇક ચોરીના 3 ગુના ઉકેલી ચોર પકડી પાડ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )ડુંગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક બાઇક ચોરને પકડી પાડ્યો હતો. તેની પુછતાછમાં તેમણે બાઇક ચોરીના 3 ગુનાઓ ઉકેલી 3 બાઇક કબજે કરી મોટી સફળતા મેળવી હતી. 

વલસાડ એસડી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વાપી ડીવાયએસપી વી. એમ. જાડેજા,ના માર્ગ દર્શન હેઠળ ડુંગરા એએસઆઇ રાકેશકુમાર રમણભાઇ, કોન્સ્ટેબલ બાહદુરસિંહ જીવાભાઇ,ઋતુરાજસિંહ કિરતસિંહે મળી બાતમીના પગલે અફતાબ તુફીર અહેમદ શેખ રહે કરવડ વાપીને પકડી પાડ્યો હતો. તેની પુછતાછ તરમિયાન તેણે જુદા જુદા સ્થળેથી 3 બાઇકની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતુ. જેમાં તેમણે હીરો હોન્ડા ડ્રીમ યુગા જીજે15-ડીસી5443, હીરોહોન્ડ ડીલક્ષ જીજે15 એઆર9468 અને હોન્ડા યુનિકોર્ન જીજે15બીક્યુ6452 ની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતુ. જેના પગલે પોલીસે આ ત્રણેય બાઇક તેની પાસેથી કબજે લઇ તેની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

(12:06 pm IST)