Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગત વર્ષે ૮૦ ચલચિત્રોના નિર્માતાઓને કુલ રૂ.૧૭ કરોડ ૩૬ લાખની સબસીડી ચુકવાઈઃ વિજયભાઈ

૬૮ અરજીઓ પડતરઃ સરકારનું મન ગુજરાતી ચલચીત્રો માટે ખુલ્લુ

(અશ્વિન વ્યાસ), ગાંધીનગરઃ ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા બાબતે લલીતભાઈ કગથરાના અ ેક પ્રશ્નના ઉત્તરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે તા.૩૧/૧૨/૨૦ની સ્થિતિએ ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન કરવા ફિલ્મ નિર્માતાઓ તફરથી સબસીડી મેળવવા માટે સરકારને ઘણી અરજીઓ મળી છે. જેમાં ૬૮ અરજીઓ પડતર છે.

વર્ષ ૨૦૧૯માં કોઈ ચલચિત્રોના નિર્માતાઓને સબસીડી ચુકવામાં આવી નથી તથા વર્ષ ૨૦૨૦માં ૮૦ ચલચિત્રોના નિર્માતાઓને રૂ.૧૭ કરોડ ૩૬ લાખની સબસીડી આપવામાં આવી છે.

ગુજરાત ચલચિત્રોના નિર્માતાઓ તરફથી સબસીડી મેળવવા અંગેની અરજીઓ કરવાની પ્રક્રિયા તથા ચુકવણી અંગેની પ્રક્રિયા છે. સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા અને આવેલ અરજીઓ સંદર્ભે અંદાજપત્રિય ગ્રાન્ટની ઉપલબ્ધિ અનુસાર કરવામાં આવ્યો છે. આમ સરકારનું મન ગુજરાતી ચલચિત્રો માટે ખુલ્લુ છે.

(11:39 am IST)