Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ચીખલીમાં ખેરગામ રોડ પર વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી

ધુમાડાના ગોટા ગોટા ફરી વળ્યાં: ભડાકા સાથે ફાટી નીકળેલ આગને પગલે ગભરાહટ

ચીખલીમાં પાણીની ટાંકી સામે ખેરગામ રોડ ઉપર સાંજના સમયે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.અને ધુમાડાના ગોટા ગોટા ફરી વળ્યાં હતા.ભડાકા સાથે ફાટી નીકળેલ આગને પગલે એક સમયે આસપાસના લોકોમાં ગભરાહતનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે વીજ કંપની અને પોલીસનો સ્ટાફ ધસી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે જાહેર માર્ગ ઉપર અચાનક ટ્રાન્સફોર્મરમાં આગથી એક સમયે અફરાતફરી મચી ગઇ હતી. પરંતુ સદનસીબે દુર્ઘટના ટળી હતી.

(12:26 am IST)