Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વડોદરામાં કોરોના વકરતા ટેસ્ટિંગની કામગીરી વધારાશે :ટેસ્ટિંગ સેન્ટર 59થી વધારી 150 કરાશે

વેક્સિનેશન 6 હજારથી વધારી 25 હજાર કરવા સૂચના: સંજીવની રથની સંખ્યા 150થી વધારી 250 કરાશે

વડોદરામાં ટેસ્ટિંગ સેન્ટર 59થી વધારી 150 કરાશે. વેક્સિનેશન 6 હજારથી વધારી 25 હજાર કરવા સૂચના આપવામાં આવી છે. સંજીવની રથની સંખ્યા 150થી વધારી 250 કરાશે. ખાનગી હોસ્પિટલોમાં નિયત ભાવનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. વડોદરાના તમામ વોર્ડમાં ગાઇડલાઇનથી અવગત કરાશે. જરૂરિયાત મુજબ વડોદરા સિટીને ગ્રાન્ટ આપવાની પણ બાંહેધરી આપી છે.

(12:05 am IST)