Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નંદેસરી GIDCમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો : 300થી 400 લોકો પોઝિટિવ હોવાની આશંકા

તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ કર્મચારીઓને ક્વોરન્ટીન કરવા કવાયત : મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની હોસ્ટેલમાં આઇસોલેસન વોર્ડ ઉભા કરાયા

વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જીઆઈડીસીમાં આવેલી દિપક નાઈટ્રેટ, સુદકેમી અને રણોલીની જીએસીએલ કંપનીમાં કોરોનાનો પગપેસારો થયો છે. મળતી માહિતી પ્રમાણે GIDCમાં 300થી 400 લોકો પોઝિટિવ હોવાની આશંકા છે. જેથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ કર્મચારીઓને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે આવી સ્થિતિ વચ્ચે નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને નેવે મુકી બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. આવું કઈક મહેસાણા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં બન્યુ. સામાન્ય સભા દરમ્યાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ. જોકે, અહીં આવેલા તમામ લોકો સોશિયલ ડિસ્ટંસ ભૂલી ગયા. આવી બીજી ઘટના પાલિતાણામાં બની. અહીં પાલીતાણા એપીએમસીની ચૂંટણીમાં તમામ 16 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા બનતા જીતની ઉજવણી કરવામાં આવી. જે દરમ્યાન કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવ્યા.

તરફ રાજકોટની મધ્યસ્થ જેલ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓને કોરોનાની રસી આપવામાં આવી. ત્યારે વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. મળતી માહિતી પ્રમાણે જીઆઈડીસીમાં 300થી 400 લોકો પોઝિટિવ હોવાની આશંકા છે. ત્યારે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની હોસ્ટેલમાં તાત્કાલિક ધોરણે આઇસોલેસન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. હાલ કોરોનાનું સંક્રમણ વધ્યું છે જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જેથી યુનિવર્સિટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

 

(11:56 pm IST)