Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદ જિલ્લામાં વેક્સિનેશન માટે તંત્ર સજ્જ : કાલથી 45 વયથી વધુના લોકોને વેક્સિન અપાશે

રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે તમામ વ્યવસ્થા

 

અમદાવાદ :શહેરમાં હાલ કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. દરરોજના 600 જેટલા કેસો સામે આવતા તંત્રમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે 1 એપ્રિલથી રાજયમાં 45થી વધુ ઉંમર ધરાવનારા લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

 અમદાવાદ રુરલ વિસ્તારમાં હાલ કોરોનાના કેસોમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. જેથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. એએમસી દ્વારા રાખવામાં આવેલા ટેસ્ટિંગ ડોમમાં લોકોની ટેસ્ટ કરાવવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે. થોડાક દિવસો પહેલા અંકુર ચાર રસ્તા પાસે રાખવામાં આવેલા ડોમમાં લોકોની ટેસ્ટ કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટેર જણાવ્યું છે કે, હાલ શહેરમાં કોરોનાના કેસો વધી રહી રહ્યા છે તે ઘણી ચિંતાજનક બાબત છે. જેથી તમામ જગ્યાએ RTPCR ટેસ્ટિંગ વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને ધન્વંતરી રથને પણ રેપીડ ટેસ્ટીંગ વધારવા સૂચન આપી છે.

બીજી તરફ તબકકવાર વેક્સિનેશન થઈ રહ્યું છે જેમાં અમારો પહેલા 1,39,000 લોકો ને વેક્સિન આપવાનો લક્ષ્યાંક હતો. જેમાં 86 ટકા લોકો વેક્સિન લઈ લીધી બાકીના લોકો પણ વેક્સિન લેવા માટે આવી રહ્યા છે. આવતીકાલથી 45 વય થી વધુના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે. જેમાં અમે જિલ્લામાં વેક્સિનેશન માટેના સેન્ટરો વધારી દીધા છે. સાથે જિલ્લાના ગામે-ગામ જઈને અમે લોકો ને વેકસીન અંગેની માહિતી આપી રહ્યા છે.

(11:44 pm IST)