Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આણંદના મલાતજ ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર:સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે

બપોરે 12 વાગ્યા બાદ સમગ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન::અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે

આણંદ: રાજ્યમાં સતત કોરોના સંક્રમણવધી રહ્યું છે. એવામાં આણંદ જિલ્લાના મલાતજ ગામે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. માલેતજ ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને જો આ લોકડાઉનનો અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ નોટીસ જાહેર કરવામાં આવી છે.

 

આણંદ જિલ્લાના મલાતજ ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા મલાતજ ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રીલથી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ગ્રામ પંચાયતે બપોરના 12 વાગ્યા પછી ગામમાં લોકડાઉન  રાખવાની જાહેરાત કરી છે. આવતીકાલથી ગામમાં લોકડાઉનનો અમલ કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. ત્યારબાદ સમગ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. જો કે, આ અંગે નોટીસ ઇશ્યુ કરી છે અને જો તેની અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.

(11:18 pm IST)