Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મેટ્રોલ રેલ પ્રોડકટને કારણે અમદાવાદમાં કાલથી જીવરાજ બ્રિજ ૪૮કલાક માટે તથા શ્રેયસ બ્રિજ ર મહિના ર૮ દિવસ માટે બંધ રહેશે

અમદાવાદ : મેટ્રો રેલ પ્રોજેકટને કારણે અમદાવાદમાં કાલથી જીવરાજ બ્રિજ ૪૮ કલાક માટે તથા શ્રેયસ બ્રિજ ર મહિનાને ર૮ દિવસ માટે બંધ રહેશે આ અંગે વધુ વિગત જોઇઅે તો

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોડેક્ટ અંતર્ગત આવતીકાલે 1 એપ્રિલથી 48 કલાક માટે જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે અને સાથે બે મહિના 28 દિવસ માટે શ્રેયસ બ્રિજને તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.

અમદાવાદમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાના કારણે આવતીકાલથી જીવરાજ બ્રિજ અને શ્રેયસ બ્રિજ બંધ રાખાવમાં આવશે. જો કે, શ્યામલ જવા માટે લોકોએ બળીયાદેવ મંદિરના ચાર રસ્તાથી જમણી બાજુએ વળી વસ્રાપુર રેલવે ક્રોસિંગથી આગળ ચંદ્રમૌલી સ્કુલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રોડ ઉપર જીવરાજબ્રિજની નીચેના ભાગથી ડાબી બાજુ સર્વિસ રોડથી શ્યામલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.

ઉપરાંત શ્યામલ ચાર રસ્તાથી શ્રી આનંદમાઈ માર્ગ પર સીધા માણેકબાગ ચાર રસ્તાથી જમણીબાજુએ વળીને શ્રેયસ બ્રિજ પરથી ધરણીધર ચાર રસ્તાથી જમણી બાજુ ડો. સી.વી રામન માર્ગથી સ્વ. હરેનભાઈ વિઠ્ઠલભાઈ પંડ્યા ઉદ્યાનથી જમણીબાજુ વળી ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જમણીબાજુ વળી સીધા જ જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે. અથવા તો ધરણીધર ચાર રસ્તાથી યુ-ટર્ન લઈને બ્રિજને સમાંચર સર્વિસ રોડ ઉપરથી જયદીપ ટાવર સામેના ચાર રસ્તાથી ડાબી બાજુએ વળીને જીવરાજ મહેતા હોસ્પિટલ ચાર રસ્તાથી જીવરાજ ચાર રસ્તા જઈ શકાશે.

અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર તેજસ પટેલ દ્વારા પ્રેસનોટ જાહેર કરીને આ વૈકલ્પિક રૂટ તથા બ્રિજની કામગીરી અંગે જાહેરાત અપાઈ હતી. ઉપરાંત ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-વ્હીકલ પાર્કિંગ’ ઝોન રહેશે તેવી પણ માહિતી આ પ્રેસનોટમાં અપાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ નેહરુબ્રિજનું સમારકામ ચાલતુ હોવાના કારણે તેને પણ બંધ રાખવામાં આવ્યો છે. જો કે, નેહરુબ્રિજ બંધ થવાના કારણે અન્ય બ્રિજો પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામના કારણે લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. ગાંધી બ્રિજ અને એલિસ બ્રિજ સિવાય અન્ય પુલો પર પણ વાહનોની સંખ્યામાં વધારો થયો છે.

 

(10:47 pm IST)