Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સાગબારા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રૂ. ૨૫૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો

કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પાવર ઓફ એટર્ની ના કાગળ તૈયાર કરી તેના પર મામલતદારની સહી મેળવી આપવાની અવેજમા ૨૫૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા તાલુકાનાં નવાપાડાનો રહેવાસી સુમિત યશવંત વસાવા સાગબારા મામલતદાર કચેરી ખાતે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.બનાવના ફરિયાદીના કુટુંબની જમીન ભાગ પાડેલ હોય જેમાં ફરિયાદી ને યોગ્ય ભાગ નહીં મળતા નામદાર કોર્ટમાં અરજી કરવા માટે ફરિયાદીના પિતા હયાત ન હોય ફરિયાદીના નામની પાવર ઓફ એટર્ની બનાવવા માટેના કાગળો તૈયાર કરી મામલતદાર ની સહી મેળવી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂ.૨૫૦૦ ની માંગણી કરી હતી.
ત્યારે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર રજૂઆત કરતા મદદનીશ નિયામક એસીબી એસ એસ ગઢવી વડોદરાના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા એસીબીના પીઆઇ બી ડી રાઠવા એ સ્ટાફના માણસો સાથે છટકું ગોઠવ્યું હતું. જેમાં છટકા દરમ્યાન ૨૫૦૦ ની લાંચ સ્વીકારતા આ યુવાન એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતા એસીબીએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:28 pm IST)