Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નાંદોદના કુમસગામમાં હોળી દહનમાં નજીવી બાબતે માથાકૂટમાં હાથનું કડું માથામાં મારી ઇજા કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના કુમસગામમાં હોળી પ્રાગટય સમયે માથાકૂટ થતા હાથ માં પહેરેલું કડું એકના માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્શ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર કુમસગામમાં રહેતા દિપેશભાઇ શંકરભાઇ વસાવાની ફરિયાદ મુજબ તે ગામના ભાગોળે આવેલ હોળી માતાના મંદિરે હોળી દહન હોઇ જેથી મંદિરે ઉભો હતો તે વખતે ગામનો સંજીવભાઇ શામળભાઇ વસાવા જણાવેલ કે તું અહીયા હોળી દહનમા કેમ આવેલ છે તેમ કહેતા તેણે ગામની હોળી દહન કરવાની હોવાથી આવેલ છુ તેમ કહેતા સંજીવ ગમેતેમ ગાળો બોલવા લાગતા દીપેશે તેને ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ હાથમાં પહેરેલ કડુ માથામા મારી લોહી કાઢી ઈજા પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય આમલેથા પોલીસે સંજીવ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે..

(10:13 pm IST)