Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય : રાજ્યના સરકારી કર્મચારી -ફિક્સ પગારના કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ કોરોના સંક્રમિત થાય તો 10 દિવસની ખાસ રજા અપાશે

કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે. ૧૦ દિવસની રજાનો લાભતમામ પ્રકારના કર્મચારીઓને અપાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજ્યના સરકારી કર્મચારીઓ-ફીકસ પગારના કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય.

 આવા કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય તો તેમને ૧૦ દિવસની ખાસ રજા આપવામાં આવશે
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે જો કોઇ સરકારી કર્મચારીની રજા જમા નહિ હોય તો પણ તેને આ ખાસ રજા આપવામાં આવશે.
આ ૧૦ દિવસની રજાનો લાભ ફિકસ પગારના કર્મચારીઓ તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે

(7:20 pm IST)