Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓએ 120 વ્યક્તિઓ પર હુમલા કર્યા બનાવો નિંધાયા છે.

જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં કુલ ૧૭ લોકોના 17 લોકોના મોતને ભેટીયા છે.

રાજ્યના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પાછલા બે વર્ષ દરમિયાન વન્ય પ્રાણીઓ દ્વારા 120 વ્યક્તિઓ પર હુમલા કરાયા હોવાની વિગતો સામે આવી છે. બંને જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાથી કુલ 17 લોકોના મોત નીપજ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા 31મી ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે પાછલા બે વર્ષ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વન્ય પ્રાણીઓ દ્વારા 51 લોકો પર જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં 69 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં વન્ય પ્રાણીઓના હુમલાથી કેટલાક મૃત્યુના કિસ્સા પણ બન્યા છે. પાછલા બે વર્ષ દરમિયાન વન્ય પ્રાણીઓના હુમલાથી જુનાગઢ જિલ્લામાં 11 જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 6 લોકોના મોત નીપજ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગના વર્ષ 2016ના ઠરાવ પ્રમાણે વન્ય પ્રાણીઓના હુમલાથી કોઈ માનવ મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા આર્થિક સહાય ચુકવવામાં આવે છે. એટલું જ નહિ વન્ય પ્રાણીઓના હુમલાથી તેમની માલિકીના પશુઓના મોત થાય તો પણ નિયમ પ્રમાણે નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે.

વન્ય પ્રાણીઓના હુમલાથી જો 40 થી 60 ટકા જેટલી અપંગતા થાય તો 59,100 રૂપિયા, જ્યારે 60 ટકાથી વધુ અપંગતા આવે તો 2 લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવે છે. એટલું જ નહિ વન્ય પ્રાણીઓના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર માટે એક સપ્તાહથી ઓછા સમય સુધી હૉસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં 4300 રૂપિયા નાણાંકીય સહાય ચુકવવામાં આવે છે. માણસો અને વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે વન વિભાગ દ્વારા કેટલાક જાગૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. એટલું જ નહીં લોકોને રાત્રે ખુલ્લામાં ન સુવાની સલાહ પણ આપવામાં આવે છે.

(9:34 pm IST)