Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

આણંદમાં ઘરફોડ ચોરીને પકડવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી

આણંદ: ડિવિઝનમાં સને ૨૦૧૭ના વર્ષ કરતાં ૨૦૧૮ના વર્ષ દરમ્યાન રાતની ઘરફોડ ચોરીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ હજી સુધી ઘરફોડ ચોરીઓ કરીને નૌ દો ગ્યારહ થઈ જતી વિવિધ ટોળીઓ પકડાવા પામી નથી. એકમાત્ર દાહોદ-એમપીની આદિવાસી ગેંગનો જ પર્દાફાશ થવા પામ્યો છે અને પકડાયેલા ત્રણ સાગરિતોની પુછપરછમાં વિદ્યાનગરની કેટલીક ઘરફોડ ચોરીઓ ઉકેલાઈ છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ડિવિઝન અંતર્ગત આવતાં સાત પોલીસ મથકોમાંથી માત્ર મહિલાઓને લગતા જ ગુનાઓ અને તપાસ કરતા મહિલા પોલીસ મથકને બાદ કરતાં છ પોલીસ મથકોમાં રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીઓનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. તેમાંય ખાસ કરીને શિયાળાના સમયમાં પંથકમાં સક્રિય થતી વિવિધ તસ્કર ગેંગો દ્વારા એકથી વધુ મકાનોને નિશાન બનાવીને કરાતી ચોરીઓને લઈને પ્રજામાં ભયનો માહોલ છવાઈ જવા પામે છે. ગત શિયાળામાં પણ તસ્કર ટોળીએ રીતસરનો કેર વર્તાવી દીધો હતો અને આંતરે દહાડે ચોરીઓની બૂમો પડતી હતી. શિયાળા દરમ્યાન થયેલી ચોરીઓમાં લાખો રૂપિયાની મત્તા ચોરાવા પામી છે. 

(6:16 pm IST)