Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

અમદાવાદના એસજી હાઇવે પર જમીન બાબતે બે બિલ્ડરો બાખડ્યા: સામસામે મારામારી થતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:એસજીહાઇવે પરની જમીન બાબતે બે બિલ્ડરો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં બિલ્ડીંગમાં પ્રવેશ મેળવવા બાબત મારા મારી થયાનો આક્ષેપ કરતો ગુનો નોંધાવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવતાં પોલીસે બન્ને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ગોતામાં રહેતા ગુણવંતભાઇ પુરબિયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજુભાઇ પટેલ અને તેમના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે એસજીહાઈવે પર ગુરુદ્વારા પાછળ અક્ષર ઇન્ફ્રાસ્ટ્રબીલ્ડ આઇલેન્ડ પટેલ એવન્યું પાછળ બોકદેવ ખાતે દરવાજાનું કામકામ ચાલતું હતું, જે બંધ કરવા માટે રાજુભાઇ પટેલે તકરાર કરી હતી અને સીસીટીવી કેમેરાને નુકસાન કર્યું હતું.જ્યાં એક કર્મચારીને ધમકી આપી હતી અને સાંજે ફરીથી આવતાં તમારે ક્યાં જવું તેમ ફરિયાદીએ પુછતાં તેને મારમારી ધમકી આપી હતી.

(6:10 pm IST)