Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈ શાહ સામે ચૂંટણી લડવાનો સી.જે. ચાવડાનો દાવો :કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત બાકી

અમદાવાદ : ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે કોંગ્રેસમાંથી ગાંધીનગર બેઠકનાં ઉમેદવાર સી. જે. ચાવડા રહેશે તેવીઓ દાવો સી જે ચાવડાએ કર્યો છે જોકે કોંગ્રેસ તરફથી સત્તાવાર જાહેરાત બાકી છે '

 

સી. જે. ચાવડા સાથે ગાંધીનગર બેઠકની વાત કરતાં તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, 'હું ચોથી તારીખે 12.39 મિનિટે ફોર્મ ભરવાનો છું, સી. જે ચાવડા ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે જ લડવાનો છું. કોઇ ઉમેદવારી બદલવાની વાત નથી ચાલી રહી. આજે તેની જાહેરાત પણ થઇ જશે

(11:51 pm IST)