Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ડેડીયાપાડા,કેવડીયા અને તિલકવાડા પોલીસે જુગાર રમતા જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દારૂ, જુગારનાં ધંધા ખાનગી રાહે ધમધમે છે ત્યારે પોલીસ આ બાબતે બાતમીદારો મારફતે બાતમી મેળવી રેડ કરતી હોય હાલમાં ડેડીયાપાડા,કેવડીયા અને તિલકવાડા પોલીસે ત્રણ જગ્યા પર રેડ કરી જુગારનાં ગુના દાખલ કર્યા હતા.

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસે શંભુ નગર ચોકડી પાસેથી હિતેશભાઇ ગજેન્દ્રભાઇ તડવી(રહે. દેડીયાપાડા ટોકીઝ ફળીયું)ને પોતાના ઘરની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં આંક-ફરકના આંકડાઓ લખી-લખાવી પૈસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૯૮૦ ના જુગારના સાહિત્ય સાથે પકડી પાડયો હતો
   કેવડીયા પોલીસે બાતમીના આધારે ધામદ્રા ગામમાં રેડ કરતા રમેશ વિઠ્ઠલભાઈ તડવી (રહે.ધામદ્રા )ને હાર જીતનો પત્તાપાનાનો જુગાર રમી રમાડી જુગારના સાધનો તથા અંગ ઝડતીના રૂ ૪૦૦ તથા દાવ ઉપરના રૂ ૬૬૦ મળી કુલે રૂ.૧૦૬૦નો જુગાર રમતા ઝડપી લીધો હતો જ્યારે બીજા જુગારીયાઓ ત્યાંથી નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રીજો ગુનો તિલકવાડા પોલીસે દાખલ કર્યો જેમાં તિલકવાડા સરકારી દવાખાના પાછળ રહેતા સુનીલ બાબર ભાઇ તડવી પોતાના ઘરની પાછળના ભાગે ખુલ્લામા આર્થીક ફાયદા સારૂ આંક ફરકના આંકડાઓ લખી હારજીતનો જુગાર રમી રમાડતા જુગારના સાધનો તથા રોકડા રૂ.૧૦,૪૫૦ સાથે તથા આંકડા લખાવનાર  સાબીર હુશેન યારખાનજી ઘોરી.(રહે કામસોલી ટેકરા તા.તિલકવાડા જી.નર્મદા ) અને હર્ષદભાઇ શનાભાઇ તડવી (રહે તિલકવાડા ડબી ફળીયુ )નાઓને ઝડપી કુલ કિ.રૂ.૧૧, ૧૦૦ સાથે પકડી લીધા હતા.

(9:57 pm IST)