Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એકતાનગર ખાતે વૈજ્ઞાનિક દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળા નું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એકતાનગર ખાતે વૈજ્ઞાનિક દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન શ્રી નર્મદા લોકવિજ્ઞાન કેન્દ્ર મંથન દ્વારા કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન સંસ્થાના અધ્યક્ષ શાસ્ત્રી સ્વામી ધર્મનંદદાસજી અને સંસ્થાના ડાયરેક્ટર કુલદીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું

 આ ક્ષણે શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્ય જીગરભાઈ પટેલ શ્રી સ્વામિ નારાયણ ગુરુકુળ વિદ્યાલયના આચાર્ય ઉત્તમભાઈ મકવાણા અને બંને સ્કૂલના સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી. નર્મદા લોકવિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં કલ્પનાબેન રજવાડી અને ભરતભાઈ ડોડીયા દ્વારા ખાસ હાજરી આપી હતી જેમાં લગભગ 36 કૃતિઓ સાથે 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગણિત વિજ્ઞાનના શિક્ષક પાર્થિવ દવે પ્રફુલ પાડવી પંકજભાઈ સોલંકી તથા દક્ષાબેન તડવી દ્વારા કરવામાં આવ્યું હતું

  આ કાર્યક્રમ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય અભ્યાસ કરતા કૃષાબેન પ્રજાપતિ દ્વારા બનાવેલા કેનાલગનને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ જેનું માર્ગદર્શન પંકજભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક ધોરણ આઠમાં અભ્યાસ કરતા કુંજલગીરી ગોસ્વામી અને નૈતિક કુમાર પાટીલ દ્વારા બનાવેલા રૂમ હીટર પ્રોજેક્ટને મળેલ જેનું માર્ગદર્શન દક્ષાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.વિજ્ઞાન મેળાના આ કાર્યક્રમમાં તૃતીય રંગ શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓ અંજલી યાદવ વિનમ યાદવ ધ્રુવિકા તડવી અને મનીઆર અસવીયા દ્વારા બનાવાયેલા બાફીલ પ્રોજેક્ટને મળેલ છે જેનું માર્ગદર્શન ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી પાર્થિવ દવે દ્વારા કરવામાં આવ્યું હતું
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં આયોજિત વિજ્ઞાન મેળામાં કેવડિયા ક્લસ્ટરના સી.આર.સી જેસીંગભાઇ વાળા તથા વીર ભગતસિંહ શાળા નંબર એકના બાળકો અને શિક્ષકોનો સાથે અન્ય લગભગ 100 થી વધારે વાલીઓ તથા એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી

(9:56 pm IST)