Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમદાવાદના નિર્ણયનગરમાં સ્વામિનારાયણ વિદ્યા સંકુલના સંચાલકોનો શાળા બંધ કરવા નિર્ણયથી વાલીઓનો હોબાળો

શાળાનું સ્ટ્રક્ચર ભયજનક બનતા સંચાલકોએ વાલીઓને પોતાના બાળકોને અન્ય જગ્યા પર એડમિશન લેવા જણાવતા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ વિદ્યા સંકુલના સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય લેતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળાનું સ્ટ્રક્ચર ભયજનક બનતા સંચાલકોએ વાલીઓને પોતાના બાળકોને અન્ય જગ્યા પર એડમિશન લેવા જણાવતા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.

  નિર્ણયનગર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ વિદ્યા સંકુલના સંચાલકોએ તેમની શાળામાં બંધ કરવાની હોવાથી વાલીઓને અન્ય જગ્યાએ એડમિશન મેળવી લેવા જણાવ્યું હતું. જેમાંથી આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓને જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીએ પત્ર લખી બાળકને અન્ય જગ્યા પર પ્રવેશ અપાવવા માંગ કરવાનું કહેતા વાલીઓ અકળાયા હતા. 150 કરતા વધારે આરટીઇ હેઠળ એડમિશન મેળવનાર બાળકોના વાલીઓએ શાળામાં હોવાળો મચાવ્યો હતો

જયારે વાલીઓનો આક્ષેપ છે કે તેમને કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર જ ગઈકાલે જણાવી દેવાયું કે તેમના બાળકોને અન્ય શાળામાં એડમિશન લેવડાવી લો. જો તેઓ શાળા બંધ કરતાં હોય તો અમારા બાળકોને અન્ય સારી શાળામાં પ્રવેશ અપાવી દે. સંચાલકો દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11 ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તબક્કાવાર આગામી સત્ર થી અન્ય ધોરણના વર્ગો પણ બંધ કરવાનું આયોજન કરાયું છે. સંચાલકોનો દાવો છે કે ગત વર્ષે જ તેમને વાલીઓને સૂચના આપી હતી કે શાળાનું બાંધકામ હવે યોગ્ય રહ્યું ના હોવાને કારણે શૈક્ષણિક કાર્ય કરવું શક્ય નથી. એના જ કારણે તેઓ શાળા બંધ કરવા જઈ રહ્યા છે.

 

આ બાબતને ધ્યાને લઈ અન્ય વિદ્યાર્થીઓએ બીજી શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે આરટીઇ હેઠળ એડમિશન મેળવનાર 150 જેટલા વિદ્યાર્થીઓ ને લઈ પ્રશ્ન જારી છે. આરટીઓના બાળકોને અન્ય શાળામાં પ્રવેશ અપાવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની હોય છે એમાં શાળા સંચાલકો કંઈ પણ કરી શકતા નથી. શાળાનું બાંધકામ 4 દાયકા જૂનું છે. જ્યાં જુઓ ત્યાં પૂપડા ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે. સંચાલકોનો દાવો છે કે ભૂતકાળમાં ચાલુ શાળાએ પોપડા પડવાની ઘટનાઓ બની છે ત્યારે તેઓ બાળકોની સુરક્ષાને લઈ શાળા ચલાવી ના શકે. તો સામે પક્ષે વાલીઓને બાળકોના ભવિષ્યની ચિંતા છે કે નજીક માં કઈ સારી શાળા મળે.

(9:06 pm IST)