Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આજે જન્મદિન.

રાજ્યમાં માજી મંત્રી બ્રિજેશભાઈ  મેરજાનો આજે જન્મદિન છે. બ્રિજેશ મેરજાનો જન્મ તારીખ ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ માળીયા તાલુકાના ચમનપર મુકામે થયો હતો.તેમણે પ્રાથમિક અને માધ્યમિક કેળવણી માળીયા અને મોરબી ખાતે મેળવી પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનો અભ્યાસક્રમ રાજકોટ ખાતે કર્યો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં પી.એ ટુ ચેરમેન અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે તેમજ ગુજરાત સરકારમાં અઢી દાયકા સુધી ઉચ્ચ અધિકારી તરીકે સેવા બજાવી હતી.

મોરબીમાંથી બે વખત ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. તો ૨૦૨૦ માં બ્રિજેશભાઈ  મેરજા પર સરકારે વધુ ભરોસો મુકીને મંત્રી બનાવ્યા હતા.તેમના ધારાસભ્ય અને મંત્રીકાળ દરમિયાન મોરબી-માળીયાના વિકાસ માટે તેમણે ચાર માર્ગીય રસ્તા, બંદરો, બ્રિજ, મેડિકલ કોલેજ, એરોડ્રામ, સ્માર્ટ GIDC, સિરામિક પાર્ક સહિત અનેક યોજનાઓ માટે સરકાર તરફથી રૂપિયા ૧૪૦૦ કરોડની ધનરાશી એકઠી કરી હતી. તો ગુજરાત સરકારમાં સ્વતંત્ર દરજ્જાના રાજ્યમંત્રી તરીકે પંચાયત, શ્રમ, રોજગાર તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે તેમણે નુતન કાર્યો કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં તેમણે મંત્રી તરીકે ગુજરાતભરમાં ૮૬૨૬૦ કિલોમીટરનો માર્ગ પ્રવાસ કરી અનેરી સિધ્ધી મેળવેલી છે. હાલ રાજયભરમાંથી ઠેર ઠેરથી તેમના જન્મદિવસની શુભકામનાઓ તેમના પર વરસી રહી છે.

(8:52 pm IST)