Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત રમતોત્સવમાં SGVP ગુરુકુલ દ્રોણેશ્વર માતુશ્રી આર.ડી. વરસાણી કન્યા અને કુમાર વિદ્યાલયના છાત્રો રાજ્ય કક્ષાએ વિજેતા

ઉના તા. 1 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીના માર્ગદર્શન નીચે, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્યક્ક્ષાની અન્ડર-11 ની એથ્લેટીકસ મીટ સિઝન રમતોત્સવમાં SGVP ગુરુકુલ દ્રોણેશ્વરની માતુશ્રી આર.ડી. વરસાણી કન્યા અને કુમાર વિદ્યાલયના છાત્રો- 1.રાણપરિયા યશ (મેડિસન બોલમાં દ્વિતીય સ્થાને), વેદાન્ત ગોંડલિયા (સ્ટેન્ડીગ બ્રોડ જમ્પમાં સાતમાં નંબરે) અને ઝાલાવાડીયા આર્યન ઉંચી કૂદમાં આઠમાં સ્થાને આવતા, ગુરુકુલ અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિચદાસજી સ્વામીએ અને પુરાણી બાલકૃષ્ણદાસજી

સ્વામીએ વિજતા વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે પ્રોત્સાહિત કર્યા હતા. -----કનુભગત

(7:48 pm IST)