Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ધો..10‌માં 9.56 લાખ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે

-રાજ્યભરમાં આગામી તા.14 માર્ચથી ધો.10 અને ધો.12 બોર્ડની શાંતિમય વાતાવરણમાં પરીક્ષાનો પ્રારંભ થશે:પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

અમદાવાદ :રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધોરણ10 માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
  રાજ્યમાં ધોરણ 10 ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જયારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે તેમ જણાવી મંત્રી પટેલે રાજ્યભરના પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

(6:50 pm IST)