Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

મોડાસા ખાતેની મખદુમ શાળામાં ધો.8માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીના અવાજમાં અનોખો જાદુઃ 14થી વધુ પશુ-પક્ષીઓના અવાજ કાઢી સૌને મંત્રમુગ્‍ધ કરતો તૌકીર ચૌહાણ

કોયલ, મોર, ગલુડિયુ, નાનુ બાળક, કુતરૂ ભસવુ, બિલાડી જેવા પ્રાણીઓના અવાજથી આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો

અરવલ્લી: જિલ્લાના મોડાસા ખાતે મખદૂમ હાઈસ્કૂલમાં ભણતો એક વિધાર્થી અનોખી કળા ધરાવે છે તે જુદા જુદા 14 જેટલા પશુ પંખીઓના અવાજ કાઢી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

મોડાસા ખાતે એક સામાન્ય પરિવારમાં રહેતો તૌકીર ચૌહાણ નામનો બાળક જે નાનપણ થીજ અનોખી કળા ધરાવે છે તે નાનપણમાં મિત્રો સાથે રમવા જતો ત્યારે આજુ બાજુમાં સાંભળતા પશુ પંખીના અવાજો દ્વારા પ્રેરાઈ તેણે પણ થયું કે આપણે પણ આવા અવાજો કેમ કાઢી ના શકીયે જેથી આ બાળકે જાતે ઘરે જુદા જુદા પશુ પંખીઓના અવાજો કાઢવાની પ્રેકટીશ શરુ કરી આજે આ બાળક કોયલ , મોર , ગલુડિયું , નાનું બાળક , કૂતરું ભસવું , બિલાડી જેવા જુદા જુદા પ્રાણીઓના અવાજો આબેહૂબ કાઢી શકે છે ... ત્યારે આ બાળક હાલતો તેની આ કળા  દ્વારા શાળાના બાળકો તેમજ આસપાસના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે

કુદરત કેટલાક લોકોને જન્મથી જ અનોખી કળાઓ આપતી હોય છે જરૂર હોય છે તેને બહાર લાવવાની ત્યારે આ કાર્ય ક્યાંક સ્કૂલો કરતી હોય છે મોડાસા ખાતે આવેલી મખદૂમ હાઈસ્કૂલમાં ધોરણ 8 વિધાર્થી પણ આવીજ કૈક પશુ પંખીઓના અવાજ કાઢવાની કળા છુપાયેલી હતી ત્યારે શાળા દ્વારા આ વિધાર્થીને શાળાના એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપર લાવી એક પ્લેટફોર્મ આપી આ બાળકમાં રહેલી પ્રતિભા બહાર લાવવાનું કામ કર્યું જેથી આ બાળક આજે શાળાના અન્ય બાળકો માટે પણ આકર્ષણનું કેન્દ્રતો બન્યો જ છે સાથે શાળાનું નામ પણ રોષન કરી રહ્યો છે

એક સામાન્ય ગરીબ પરિવારમાં જન્મેલો આ બાળકના પિતા મોડાસા ખાતે શાકભાજીની લારી ચલાવી પોતાનું જીવન ગુજરાન ચાવે છે ત્યારે એક સામાન્ય પરિવારમાં જન્મેલા આ બાળકમાં રહેલી ટેલેન્ટથી બાળકે તેના પરિવારને પણ એક ઓળખ અપાવી છે

(5:59 pm IST)