Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અમદાવાદમાં રખડતા કુતરાઓનો આતંકઃ એક વર્ષમાં કુતરા કરડવાના 4 હજાર કેસ નોંધાયા

કોર્પોરેશનના ખસીકરણ યોજનાનો ફિયાસ્‍કોઃ સતત કુતરા કરડતા લોકોમાં ભય

અમદાવાદઃ કહેવાતા મેગાસીટી અમદાવાદમાં રખડતાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. કોર્પોરેશનના ખસીકરણ પ્રોજેક્ટની ઘો ખોદાઈ ગઈ છે અને અહીં લોકોની પથારી ફરી રહી છે. અમદાવાદ શહેરમાં ઢોરનો ત્રાસ તો છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે. હવે સાથે સાથે શ્વાનનો ત્રાસ પણ વધતો જાય છે. કૂતરું કરડવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભરવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

 

વાત કરીએ સરકારી હોસ્પિટલની સ્થિતિની તો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 4 હજાર કેસ નોંધાયા છે. શ્વાસ કરડવાના કેસ ડિસેમ્બર મહિનાથી સતત વધી રહ્યા છે. ફેબ્રુઆરી મહિમા 400 જેટલા કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કપિરાજ કરડવાનો પણ કેસ નોધાયો છે. આ આંકડો માત્ર એક જ સરકારી હોસ્પિટલનો છે. જ્યારે હજુ શહેરની અન્ય સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં આ કારણસર ધક્કા ખાતા લોકોની સંખ્યાનો આંકડો ખુબ મોટો છે.

એક વર્ષમાં હજારો લોકો બન્યા શ્વાનના શિકાર-

સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, અમદાવાદમાં સતત ડોગ બાઈટના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ખુબ જ ઝડપથી  શ્વાન કરડવાના કેસ વધી રહ્યા છે. રોજના 15થી 20 કેસ નવા આવે છે. જુના કેસ 20થી 25 આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, પહેલા શ્વાન કરડે તો સાત ઇન્જેક્શન લેવા પડતા હતા પરંતુ હવે 4 ઇન્જેક્શનનો કોર્ષ હોય છે. શ્વાન કરડે તો એન્ટી રેબિઝ રસી આપવામાં આવે છે. છેલ્લાં એક વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં શ્વાન કરડવાના જે કેસ આવ્યાં છે તેનો આંકડો હજારોમાં છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો-

કૂતરું કરડે તો તાત્કાલિક પહેલાં શરીરના એ ભાગને ચોખ્ખા પાણીથી સાફ કરી લો.

જો તમારી પાસે ડેટોલ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો.

ઘા વાળી જગ્યા સાદુ કપડું બાંધીને તુરંત ડોક્ટર પાસે પહોંચી જાઓ.

શ્વાન કે કપિરાજ કરડે તો હોસ્પિટલમાં જઈ તાત્કાલિક રસી લેવી

ડોકટરની સલાહ અનુસાર રસીનો કોર્ષ પુરો કરવો જોઈએ.

ડોકટરની સલાહ લીધા વિના ઘા પર કોઈ પણ વસ્તુ ન લગાવી.

ઘા ની જગ્યાએ સાબુ અથવા સાફ પાણી સ્પિરિટ તેમજ એન્ટીસેપ્ટિકનો તરત ઉપયોગ કરવો.

નાના બાળકોને પ્રાણીઓથી દુર રાખવા.

(5:58 pm IST)