Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

3 માર્ચથી સીએનજી ગેસ સંચાલકોની રાજ્‍યવ્‍યાપી હડતાળઃ ઓઇલ કંપનીઓ દ્વારા 35 કરોડની રકમ ન ચુકવાતા ડીલરો આકરા પાણીએ

અમદાવાદના 70 સહિત રાજ્‍યના 800થી સીએનજી પંપ બંધ રહેશે

અમદાવાદઃ પેટ્રોલ ડિઝલ મોંઘી પડતું હશે એમણે સીએનજી ગાડીઓ લીધી હશે. પણ વિચાર કરો કે જો સીએનજી પંપ જ બંધ હોય તો ગાડીનું શું કરવાનું. પાર્કિંગમાં પડી પડી ગાડી થઈ જશે ડબ્બો. અને રસ્તા પર બહાર જવા નીકળશો તો રિક્ષા પણ નહીં મળે. વાત એમ છેકે, સીએનજી પંપ વાળા અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

રાજ્યમાં 55 મહિનાથી સીએનજીનું વેચાણ કરતા ડીલરના માર્જિનમાં વધારો ન થતાં પંપમાલિકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવાની જાહેરાત કરી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બંધને ટેકો જાહેર કર્યો છે. હડતાળના લીધે અમદાવાદના 70 સહિત રાજ્યના 800 સીએનજી પંપ બંધ રહેશે.

ફેડરેશનના હોદ્દેદારોએ કહ્યું કે, 55 મહિનામાં સીએનજીના દરો અને સંચાલનના ખર્ચમાં વધારો થયો છે. ઓઈલ કંપની ડીલરો પાસેથી સીએનજીના એડવાન્સ બિલ બનાવીને રૂપિયા મગાવે છે. સરકાર સમક્ષ વારંવાર જાણ કરવા છતાં ડીલરોને માર્જિનની રકમ નહીં આપવામાં આવતા હવે અચોક્કસ મુદતની હડતાળ પડાશે. ઓઈલ કંપનીઓ પાસે બાકી નીકળતી 35 કરોડની રકમ ડીલરોને ચૂકવી દેવાય તો હડતાળનો નિર્ણય મોકૂફ રહી શકે છે.

(5:56 pm IST)