Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજયમાં ૩ સૈનિક શાળાઓ અને ૧૦૬૯ વિદ્યાર્થીઓ

Alternative text - include a link to the PDF!

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ : રાજયમાં શિક્ષણ વિભાગ હસ્‍તકની સૈનિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અને શાળાઓની સંખ્‍યા અંગે થયેલ ચર્ચામાં શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું હતું. કે તા.૩૧/૧ર/રર ની સ્‍થિતિએ રાજયમાં શિક્ષણ વિભાગ હસ્‍તકની સૈનિક શાળાઓની સંખ્‍યા ત્રણની છ.ે

રાજયમાં આ શૈક્ષિણ શાળાઓમાં કુલ ૧૦૬૯ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. આ સૈનિક શાળાઓ દ્વારા એક વિશિષ્‍ટ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે અને આ સૈનિક શાળાઓમાં અભ્‍યાસ કરેલ વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં ખૂબજ સારી કદર કરવામાં અવે છે. અને ભવિષ્‍યમાં તેમની પ્રગતિ સારી થાય તે હેતુ આ સૈનિક શાળાનો છે.

(5:14 pm IST)