Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા આપવા સરકારે રૂા. ૭૦ લાખનો ખર્ચ કર્યો

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧ : રાજ્‍યમાં ધો. ૧૦ અને ધો. ૧૨ના પરીક્ષાર્થીઓને રાજ્‍ય સરકાર તરફથી પાઠવવામાં આવતા શુભેચ્‍છા પત્રો અંગે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના ઉત્તરમાં શિક્ષણ મંત્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા પૂર્વે મુખ્‍યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી તરફથી શુભેચ્‍છા પાઠવવાની પ્રણાલી માર્ચ ૨૦૨૨થી શરૂ કરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં આ હેતુસર વર્ષવાર મુખ્‍યમંત્રીએ ૧૫ લાખ અને શિક્ષણમંત્રીએ પંદર લાખ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. આ શુભેચ્‍છા છાપકામ પાછળ અંદાજે રૂપિયા ૭૦ લાખ ૪૪ હજારનો ખર્ચ કરવામાં આવ્‍યો છે

(5:12 pm IST)