Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ખેડૂતનું મૃત્‍યુ થાય કે કાયમી શારીરિક ખોટ આવે તો સરકાર તરફથી સહાય

વેબસાઇટ પર ફોર્મ ઉપલબ્‍ધ : વિધાનસભામાં માહિતી આપતા રાઘવજી પટેલ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧ : રાજ્‍યમાં ખેડૂત ખાતેદારના અકસ્‍માત થાય તથા વીમા રક્ષણ આપવાની જોગવાઇ મુજબ સભ્‍ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્‍યું કે, રાજ્‍યના કોઇપણ ખાતેદાર ખેડૂત તથા પરિવારના સભ્‍યના મૃત્‍યુ કે શારીરિક ખોડખાપણ આવે તો તેની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તો તેને રાજ્‍ય સરકાર તરફથી વિવિધ સહાય આપવામાં આવે છે.

રાજ્‍ય સરકાર ખેડૂતો માટે સેવામાં તત્‍પર છે. રાજ્‍ય સરકાર દ્વારા ખાતેદાર ખેડૂતોને અને તેના પરિવારને કોઇપણ આકસ્‍મિક મુશ્‍કેલી આવે તો સરકાર હંમેશા મદદરૂપ થવા તૈયાર છે.

રાજ્‍યના ખાતેદાર ખેડૂતનું આકસ્‍મિક અવસાન થાય તો ગ્રામ્‍ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ ખેતી અધિકારીઓ અને કૃષિ વિભાગની વેબસાઇટ પર ફોર્મ ઉપલબ્‍ધ છે અને આ જાણ માટે ૧૫૦ દિવસમાં અરજી કરવામાં આવે છે.

રાજ્‍ય સરકાર ખેડૂત આકસ્‍મિક વીમા માટે હંમેશા તૈયાર છે. ખેડૂત ખાતેદાર કોઇપણ જિલ્લાનો હોય તો સરકાર મદદરૂપ થવા તૈયાર છે.

(5:09 pm IST)