Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ધો. ૧ થી ૮માં ગુજરાતી ફરજિયાતને આવકારતા કૌશિક વેકરિયા

ગાંધીનગર,તા.૧ : વિધાનસભા ગૃહમાં ગુજરાત ફરજિયાત ગુજરાત ભાષાના શિક્ષણ અને અભ્‍યાસ બાબત વિધેયક -૨૦૨૩ સર્વાનુમતે પસાર કરવામાં આવ્‍યું. મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા આ વિધેયક રજુ કરવામાં આવ્‍યું હતું. આ વિધયેક ની જોગવાઇ મુજબ ગુજરાત રાજયની તમામ શાળાઓમાં વધારાની ભાષા તરીકે ગુજરાત ભાષાને ફરજિયાત ભણાવવામાં આવે તે સુનિヘતિ કરવામાં આવશે. તેમ નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્‍યું છે.

કૌશિક વેકરિયાએ જણાવેલ કે માતૃભાષા શૈક્ષણિક સામાજિક અને તકનિકી પ્રગતિ માટે ફાયદાકારક છે. ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીાક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી. તેથી કડક જોગવાઇઓ સાથેનો કાયદો લાવવો જરૂરી હતો.

(4:48 pm IST)