Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ચોટીલા ચામુંડા મંદિરને ઉડાવી દેવાના કાવત્રામાં પકડાયેલ આઇ.એસ.આઇ.ના બે આતંકવાદીઓને એન.આઇ.એ. સ્‍પે. કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સજા

આઇ.એસ.આઇ.ના આતંકવાદીઓને સજા થયેલ હોય તેવો ગુજરાતનો પ્રથમ કિસ્‍સો : સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં લોન વૂલ્‍ફ એટેક કરવાના કાવત્રામાં સંડોવાયેલ બે સગા આતંકવાદીભાઇઓ વસીમ અને નઇમ રામોડીયાને સ્‍પે. કોર્ટે સજા ફટકારી : બંને ભાઇઓ સીરીયા ખાતે આઇ.એસ.આઇ.ના સંપર્કમાં હતા

અમદાવાદ, તા. ૧ :  ગુજરાતના સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ચોટીલા ચામુડા મંદિર સહિતના સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં લોન વુલ્‍ફ એટેક કરવાનું ખતરનાક ષડયંત્ર રચવાના કેસમાં આઇએસઆઇએસના બે આતંકવાદીઓ  સગાભાઇઓ એવા વસીમ આરીફ રામોડીયા અને ઇમ આરીફ રામોડીયાને સ્‍પેશયલ એનઆઇએ જજ સુભદા કે. બક્ષીએ એક અતિ મહત્‍વના ચુકાદા મારફતે દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગુજરાતમાં આઇએસઆઇએસના આંતકવાદીને સજાનો આ સૌપ્રથમ કેસ કોઇ સ્‍પેશ્‍યલ એનઆઇએ. કોર્ટનો આ ચુકાો બહુ મહત્‍વનો મનાઇ રહ્યો છે.

સ્‍પેશ્‍યલ એનઆઇએ કોર્ટે બંને આતંકવાદી સગાભાઇઓને અનલોફુલ એકટીવીટી (પ્રિવેન્‍શન) એકટની વિવિધ કલમો અને જોગવાઇઓ  હેઠળ તેઓને ગુનેગાર ઠરાવ્‍યા હતા અને તેઓને દસ દસ વર્ષની સખત કેદ ફટકારી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્‍યુ હતું કે, આરોપીઓ સામે રાષ્‍ટ્રવિરોધી આંતકવાદી પ્રવૃત્તિઓ અને યુપીએ એકટ હેઠળનો ગંભીર પ્રકારનો કેસ પ્રથમ દર્શનીય પુરવાર થાય છે. તપાસનીશ એજન્‍સીએ રજુ કરેલા નકકર પુરવા અને કેસની સંવેદનશીલ હકિકતોને ધ્‍યાનમાં લેતા આવા રાષ્‍ટ્રવિરોધી આંતકવાદના ગુનાનને સહેજપણે હળવાશથી લઇ શકાય નહીં. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકરાવી ન્‍યાયોચિત લેખાશે.

ચકચાર ભર્યા આ કેસનો ટ્રાયલ ચલાવતાં એનઆઇએ તરફથી સ્‍પેશ્‍યલ પબ્‍લીક પ્રોસીકયુટર મુકેશ કાપડિયાએ જણાવ્‍યું હતું કે,  સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ચોટીલા ચામુડા મંદિર સહિતના સૌરાષ્‍ટ્રના વિસ્‍તારોમાં લોન વુલ્‍ફ એટેક કરવાનું કાવતરૂ રચાયુ હોવા અંગેની મળેલી બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા રાજકોટ અને ભાવનગરમાં વોચ ગોઠવાઇ હતી. સગા ભાઇઓ વસીમ આરીફ રામોડીયા અને નઇમ આરીફ રામોડીયા ઝડપાઇ ગયા હતા. તેઓની પાસેથી એટીએસ દ્વારા બોમ્‍બ બનાવવાની સામગ્રી, કેટલાક આઇડી પ્રુફ પ૮ ગ્રામ ગન પાવડર, ૧૦ સૂતળી બોમ્‍બ, ડાબિક મેગેઝીનનું ઉશ્‍કેરણી જનક સાહિત્‍ય, જેહાદ માટેનું સાહિત્‍ય, ૧ર૭ મુફતી અબ્‍દુશ સમી કાસમીના ભાષણોની પીડીએફ. ફાઇલો, મોબાઇલ ફોન, લેપટોપ પેનડ્રાઇવ, ચહેરાના માસ્‍ક સહિતની બહુ સંવેદનશીલ અને વાંધાજનક ચીજ વસ્‍તુઓ મળી આવતાં તે જપ્ત કરાઇ હતી.

બંને ભાઇઓ સીરીયા ખાતે આઇએસઆઇએસના સંપર્કમાં હતા

એનઆઇએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્‍યો હતો કે, બન્ને આંતકવાદી ભાઇઓએ લોન વુલ્‍ફ એટેક કરવાની તાલીમ લેવા માટે સીરીયા જવાની ઇચ્‍છા વ્‍યકત કરી હતી. જેથી એટીએસએ નઇમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા દિલ્‍હી, ઉતર પ્રદેશ અને મહારાષ્‍ટ્રના હેન્‍ડલરોના મેસેજ અને સોશ્‍યલ નેટવર્કિંગ સાઇટ ઉપર તેમના સ્‍ટેટસ ચેક કરતા તેઓ સીરિયા ખાતેના આઇએસઆઇએસના લીડરના સંપર્કમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્‍યો હતો.

(4:15 pm IST)