Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સોની સબની નવી સિરીયલ ‘ધ્રુવ તારા...'વિષે થોડી જાણો સ્‍ટોરી

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબ રોમાન્‍સ ડ્રામા ધ્રુવ તારા- સમય સદી સે પરે ધ્રુવ અને તારાનો પ્રવાસ છે, જેઓ બે અલગ અલગ યુગનાં છે. શો ટેલિવિઝન પર અગાઉ ક્‍યારેય નહીં જોઈ હોય તેવી પ્રેમકથા લાવે છે. તારા (રિયા શર્મા) ૧૭મી સદીની રાજકુમારી છે, જે સમયની વિરુદ્ધ પ્રવાસ કરીને વર્તમાન દિવસમાં આવે છે, જયાં તે ધ્રુવ (ઈશાન ધવન)ને મળે છે, જે ન્‍યુરોસર્જન છે.

ધ્રુવ તારા અદભુત સંકલ્‍પના છે, જેમાં એક છોકરી ભૂતકાળમાંથી પ્રવાસ કરીને વર્તમાન દિવસમાં આવે છે અને વર્તમાનમાં રહેતી વ્‍યક્‍તિ સાથે પ્રેમમાં પડે છે. ધ્રુવ બુદ્ધિશાળી અને દેખાવડો ડોક્‍ટર છે, જે ૨૧મી સદીમાં સાદું જીવન જીવે છે, જયારે તારા ૧૭મી સદીની મનોહર દિયામાં શાહી પરિવારની છે. મોટા ઘરમાં ઉછેર છતાં તારા મનથી સારી છે.

(5:10 pm IST)