Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દુબઇમાં યોજાશે ‘ફિલ્‍મ એકસેલન્‍સ એવોર્ડસ ગુજરાતી ૨૦૨૧-૨૦૨૨'નોમિનેશન્‍શની જાહેરાત

૬૯ માંથી ૨૩ ફિલ્‍મોને નોમિનેશન મળ્‍યા, ૧૪ વિશેષ એવોર્ડ

(કેતન ખત્રી) અમદાવાદઃ ગુજરાતી ફિલ્‍મ્‍સના કલાકારો અને કસબીઓને સમ્‍માનિત કરવા માટે વિદેશની ધરતી પર ફિલ્‍મ એક્‍સેલેન્‍સ એવોર્ડ્‍સ ગુજરાતી ૨૦૨૧ -૨૨' નું આયોજન આ વર્ષે દુબઈ ખાતે થવા જઇ રહ્યું છે. જેનાં નોમિનેશન્‍સની દ્યોષણા કરવામાં આવી હતી.

 આર.જે દેવકીને ફિલ્‍મ એક્‍સેલેન્‍સ એવોર્ડ ગુજરાતી ૨૦૨૧- ૨૦૨૨ ના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્‍યા. ૧ જાન્‍યુઆરી ૨૦૨૧ થી ૩૧ ડીસેમ્‍બર ૨૦૨૨ વચ્‍ચે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્‍મો માંથી જેમને પોતાની ફિલ્‍મ ની ગુણવત્તા પર વિશ્વાસ છે તેવા ૬૯ ફિલ્‍મી ના નિર્માતાઓ દ્વારા ઓનલાઇન એન્‍ટ્રી મોકલવામાં આવી. તીહાઈ - ધ મ્‍યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્‍ટરટેઇનમેન્‍ટના ડૉ. જયેશ પાવરા દ્વારા ફિલ્‍મ એક્‍સેલેન્‍સ એવોર્ડ્‍સ ગુજરાતી ૨૦૨૧-૨૨' નું સંયુક્‍ત રીતે આયોજન કરવામાં આવશે. આ એવોર્ડ્‍સ વિશેની સમગ્ર માહિતી તીહાઈ - ધ મ્‍યુઝિક પીપલના શ્રી અભિલાષ દ્યોડા અને પાવરા એન્‍ટરટેઇનમેન્‍ટના ફાઉન્‍ડર ડૉ. જયેશ પાવરા તથા સીઈઓ જૈમિલ શાહ દ્વારા પુરી પાડવામાં આવી હતી. ગુજરાતી સિનેમા માં ઓસ્‍કાર નોમીનેશન સુધી પહોંચેલી ગુજરાતી ફિલ્‍મ  છેલ્લો શોને વિશેષ એવોર્ડ થી સન્‍માનિત કરવામાં આવશે. નોમીનેશન માં એક નજર નાખીએ તો કુલ ૬૯ ફિલ્‍મો માંથી ૨૩ ફિલ્‍મો ને વત્તા ઓછા પ્રમાણમાં નોમીનેશન મળ્‍યા છે. ૨૮ કેટેગરીમાં કુલ ૧૨૬ જેટલા કલાકારો - કસબીઓ એ નોમીનેશન મેળવ્‍યા છે, ૧૪ જેટલા વિશેષ એવોર્ડ પણ એનાયત થશે.

(3:55 pm IST)