Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુજરાતની ફાર્માસ્‍યુટિકલ કંપનીઓ વૃધ્‍ધિ તરફ, મહત્‍વના તબકકામાં

અમદાવાદઃ દેશની કુલ ફાર્મા નિકાસોમાં ગુજરાતના અંદાજે ૩૦ ટકા યોગદાન, કુલ ફાર્માસ્‍યુટિકલ ઉત્‍પાદનમાં એક તળતયાંશ હિસ્‍સેદારી તેમજ મોટી સંખ્‍યામાં ફાર્મા કંપનીઓની રાજ્‍યમાં ઉપસ્‍થિતિ સાથે હવે ગુજરાતનો ફાર્માસ્‍યુટિકલ ઉદ્યોગ મજબૂત વળદ્ધિ, આક્રમક વિસ્‍તરણ સાથે એક મહત્‍વપૂર્ણ ભૂમિકાના આગામી તબક્કામાં -વેશવા માટે સજ્જ છે.

ફાર્માસ્‍યુટિકલ ઇન્‍ગ્રિડિયન્‍ટ્‍સ (એપીઆઇ)ના ઉત્‍પાદન માટે ચાઇનિઝ કંપનીઓ ઉપર નિર્ભરતા વધુ હતું, પરંતુ હવે સરકારની અનુકૂળ નીતિઓ તથા પ્રોત્‍સાહનોને પરિણામે ઘણી કંપનીઓએ રાજ્‍યમાં નવા એપીઆઇ મેન્‍યુફેક્‍ચરિંગ યુનિટ્‍સ શરૂ કરવાની યોજનાઓ તૈયાર કરી છે, જેમાં ઘણી કંપનીઓએ કામગીરી પણ શરૂ કરી દીધી છે. મહત્‍વપૂર્ણ છે કે કોવિડ દરમિયાન સપ્‍લાય ચેઇનમાં વિક્ષેપ પેદા થતાં એપીઆઇની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે, હવે ગુજરાતે એપીઆઇના ઉત્‍પાદનનું નેતળત્‍વ કરતાં દવાઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડાની અપેક્ષા  હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:41 pm IST)