Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દિવગી ટોર્ક ટ્રાન્‍સફર સિસ્‍ટમ્‍સ લિ.નો આઈપીઓ ખુલ્‍યોઃ શુક્રવારે બંધ

અમદાવાદઃ દિવગી ટોર્કટ્રાન્‍સફર સિસ્‍ટમ્‍સ લિમિટેડ ભારતમાં અતિ થોડા સપ્‍લાયર્સમાં સામેલ છે, જે સિસ્‍ટમ સ્‍તરના ટ્રાન્‍સફર કેસ, ટોર્ક કપ્‍લર અને ડ્‍યુઅલ-ક્‍લચ ટ્રાન્‍સમિશન સોલ્‍યુશન્‍સ પ્રદાન કરે છે. કંપની ભારતમાં ઓટોમોટિવ ઓરિજિનલ ઇક્‍વિપમેન્‍ટ મેનુફેક્‍ચરર્સને ટ્રાન્‍સફર કેસ સિસ્‍ટમ્‍સની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે તથા ભારતમાં પેસેન્‍જર વ્‍હિકલ ઉત્‍પાદકોને ટ્રાન્‍સફર કેસ સિસ્‍ટમ્‍સની સૌથી મોટી સપ્‍લાયર છે. વળી કંપની ભારતમાંથી ટ્રાન્‍સફર કેસીસનું ઉત્‍પાદન કરતી અને આંતરરાષ્‍ટ્રીય ઓઇએમને એની નિકાસ કરતી એકમાત્ર કંપની પણ છે

કંપની ઇલેક્‍ટ્રિક વાહનો માટે ટ્રાન્‍સમિશન સિસ્‍ટમ્‍સ વિકસાવવા અને પ્રદાન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. કંપનીએ ઇલેક્‍ટ્રિક વાહનો માટે ટ્રાન્‍સમિશન સિસ્‍ટમ્‍સની પ્રોટોટાઇપ્‍સની ડિઝાઇન બનાવવાની અને વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જે માટે તેને એક બિઝનેસ એવોર્ડ પણ મળ્‍યો છે.  કંપનીએ  આજે ૧ માર્ચના  ઇક્‍વિટી શેર્સનો આઇપીઓ લાવવાની દરખાસ્‍ત રજૂ કરી છે. ઇકિવટી શેરની ફેસ વેલ્‍યુ રૂા. ૫ છે. આ આઇપીઓમાં ૧૮૦ કરોડ સુધીના ઇકિવટી શેરનો ફ્રેશ ઇશ્‍યૂ અને ૩૯,૩૪,૨૪૩ ઇક્‍વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ઓફર ૦૩ માર્ચને શુક્રવારે બંધ થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)