Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

PSI ભરતી કૌભાંડ મુદ્દે હોબાળો : કોંગી ધારાસભ્‍યો સસ્‍પેન્‍ડ

વિધાનસભામાં ચર્ચાની માંગણી સાથે વિપક્ષના સૂત્રોચ્‍ચાર : પોસ્‍ટરો બતાવી વિરોધ : આક્રોશ સાથે ગૃહત્‍યાગ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧ : આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયા બાદ પેપર લીક અને કરાઇના બનાવટી પીએસઆઇ કૌભાંડ અંગે વિધાનસભામાં ૧૧૬ની નોટીસ દાખલ કરવા વિપક્ષો દ્વારા આગ્રહ રખાયો હતો. કોંગ્રેસના સભ્‍યો હોબાળા સાથે ગૃહત્‍યાગ કરી ગયા હતા.

રાજ્‍યના મુખ્‍યમંત્રી અને ગૃહ રાજ્‍યમંત્રી દ્વારા મુલાકાતની ખાત્રી આપવાની વાત કરવા છતાં વિપક્ષને સંતોષ ન થતાં પોસ્‍ટરો અને સૂત્રોચ્‍ચાર ચાલુ રાખતા વિપક્ષના અને આપના સભ્‍યોને આજના દિવસની કામગીરીમાંથી સસ્‍પેન્‍ડ કરવાનો નિર્ણય અધ્‍યક્ષે જાહેર કર્યો હતો.

વિપક્ષના આ સૂત્રોચ્‍ચાર અને પોસ્‍ટરોના વિરોધ પ્રદર્શન અંગે સત્તાધારી પક્ષના આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલે આ વિરોધ પ્રદર્શીત કરતા સભ્‍યોને આજના દિવસની કામગીરીમાંથી સસ્‍પેન્‍ડ કરવાની દરખાસ્‍ત મુકી હતી. જેને શિક્ષણ મંત્રી ડીંડોરે ટેકો આપ્‍યો હતો. જેના આધારે વિધાનસભાના અધ્‍યક્ષે આ સભ્‍યોને આજના દિવસની કામગીરીમાંથી સસ્‍પેન્‍ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

(3:24 pm IST)