Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વન્‍ય પ્રાણીઓના કમોત રોકવા તાત્‍કાલિક સારવાર, કૂવા ફરતે દીવાલ સહિતના પગલા

છેલ્લા બે વર્ષમાં સિંહ, સિંહણ, બચ્‍ચા સહિત ર૬ મૃત્‍યુ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ : રાજયમાં સિંહ અને દિપડાના થયેલ મૃત્‍યુ અંગે કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીએ પુછેલા પ્રશ્નના ઉત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતું કે તા.૩૧/૧ર/ર૩ ની સ્‍થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજયમાં સિંહ, સિંહણ, સિંહબાળ અને વણ ઓળખાયેલ મળી કુલ ર૪૦ છ.ે જયારે દિપડા, દિપડાના બચ્‍ચા, વણ ઓળખાયલ દિપડાની કુલ સંખ્‍યા ૩૭૦ ના મૃત્‍યુ થયા છે.

આ મૃત્‍યુમાં કુદરતી મૃત્‍યુ છેલ્લા વર્ષમાં સિંહ, સિંહણ અને બચ્‍ચાના કુલ મૃત્‍યુ  ર૬ના થયા છે. જયારે દિપડાના બચ્‍ચા તેમજ વણ ઓળખાયેલ દિપડાની સંખ્‍યા ૧૦૪ ની છે.

ભવિષ્‍યમાં અકુદરતી રીતે પ્રાણીઓના મૃત્‍યુને રોકવા સરકારે લીધેલા પગલા આ મુજબ છ.ે

સિંહ તથા અન્‍ય વન્‍યપ્રાણીઓને બિમારી અથવા અકસ્‍માત વખતે તાત્‍કાલીક સારવાર માટે વેટરનરી ઓફીસરની નિમણુંક કરવામાં આવેલ છે તથા અદ્યતન લાયન એમ્‍બ્‍યુલન્‍સ વસાવવામાં આવેલ છે.

અભ્‍યારણ્‍ય વિસ્‍તારમાંથી પસાર થતા જાહેર માર્ગો પર સ્‍પીડ બ્રેકરો અને સાઇન બોર્ડ મુકવામાં આવેલ છે. સિંહ તથા અન્‍ય વન્‍યપ્રાણીની હત્‍યા અટકાવવા ક્ષેત્રીય સ્‍ટાફ દ્વારા સતત ફેરણા અને નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે છે તથા સ્‍ટાફને વાહન, હથિયાર, વોકીટોકી વિગેરે ફાળવવામાં આવેલ છે.

અસુરક્ષિત ખુલ્લા કુવાઓને ફરતે પેરાપીટ વોલ બાંધી સુરક્ષિત કરવામાં આવે છે. સિંહોને રેડીયો કોલરીંગ કરી મોનીટરીંગ કરવામાં આવે છે.

ચેકીંગનાકા પર સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ છે તથા સાસણ ખાતે હાઇટેક મોનીટરીંગ યુનિટની સ્‍થાપના કરવામાં આવેલ છે. રાજૂલા-પીપાવાવ રેલ્‍વે ટ્રેકની આજુ બાજુ ચેઇનીંગ ફેન્‍સીંગ કરવામાં આવેલ છે.

(2:10 pm IST)