Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ખાસ કારમાં આવી ખેતી વીજ લાઇનના તારો કાપી ફેકટરીમાં રાતોરાત ગાળી નાંખવાના ષડયંત્રનો પર્દાફાશ

ખેતી વીજ લાઇન તારો કાપી એક ગોડાઉનમાં એકઠા કર્યા બાદ ફેકટરીમાં એલ્‍યુમિનિયમ પાર્ટમાં રૂપાંતર એ ગેંગ દ્વારા કરવામાં આવતુ હતુ : સાઉથ ગુજરાત અને ખાસ કરી સુરત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દેકારો મચાવનાર ગેંગના મુખ્‍ય સૂત્રધાર સહિત ૭ શખ્‍સો ઝડપાતા ખળભળાટ

રાજકોટ તા.૧: સમગ્ર સાઉથ ગુજરાત અને ખાસ કરી સુરતના ગ્રામ્‍ય વિસ્‍તારની ખેતીની વીજ લાઇનના તાર રાત્રિ સમય દરમિયાન ખાસ કારમાં આવી તેને કાપી એક ગોડાઉનમાં એકઠા કરી એલ્‍યુમિનિયમ ગાળતી ફેકટરીમાં નિકાલ કરી તેના એલ્‍યુમિનિયમ સ્‍પેરપાર્ટ બનાવી નાખવાના નટેવર્કનો પર્દાફાશ સાઉથ ગુજરાતના એડીશનલ ડિજીપી લેવલના વડા પિયુષ પટેલ અને સુરત રૂરલ એસપી હિતેષ જોયસરના માર્ગદર્શન હેઠળ અત્‍યાર સુધીમાં અનેક અટપટા ગુન્‍હાઓનો ભેદ ઉકેલનાર સુરત ગ્રામ્‍ય એલસીબી પીઆઇ ભાવિક શાહ ટીમ દ્વારા ઉકેલી કાઢવામાં આવતા ગ્રામ્‍ય એલસીબી પીઆઇ ભાવિક શાહ ટીમ દ્વારા ઉકેલી કાઢવામાં આવતા ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો દ્વારા અભિનંદન વર્ષા કરવામાં આવી છે.

ખેતી લાઇનના વીજ ચારો ચોરી કરતા પ્રજા પરેશાન થયેલ, ખેડુતો માટે તો ભારે મુશ્‍કેલી સર્જાતી હોવાથી આઇજી અને સુરત રૂરલ એસપી દ્વારા આ જવાબદારી રૂરલ એલસીબીને સુપરત કરવામાં આવી હતી

જેથી બી.ડી.શાહ પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી સુરત ગ્રામ્‍યનાઓએ સુરત જિલ્લા એલ.સી.બીના પોલીસ અધિકારી/ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, વીજતારની ચોરીવાળી જગ્‍યાઓની વિજીટ કરી, અલગ-અલગ જગ્‍યાના ખાનગી સી.સી.ટીવી ફુટેજ ચકાસણી કરી. પોકેટ કોપ મોબાઇલ એપ્‍લીકેશનમાં તથા આઇ.સી.જી.એસ એપ્‍લીકેશનમાં શંકાસ્‍પદ ઇસમો તથા અલગ અલગ શંકાસ્‍પદ વાહનોના રજીસ્‍ટ્રેશન નંબર સર્ચ કરી, તેમજ ટેકનીકલ દીશામાં તથા અંગત હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ દ્વારા ચોકકસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, વીજતારની ચોરીના બનેલ ગુનાઓનો ભેદ ઉકેલવા તથા આવા ગુનાઓ બનતા અટકાવવા ચોકકસ વર્ક પ્‍લાનીંગ બનાવી સઘન વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી શાખાના આઇ.એ.સીસોદીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટરનાઓ એલ.સી.બી શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી બારડોલી તથા પલસાણા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં વીજતારની ચોરીના ગુનાઓ બનતા હોવાથી પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્‍યાન એલ.સી.બી શાખાના એ.એસ.આઇ. ભાવેશભાઇ જેરામભાઇ તથા અ.હે.કો રાજદિપ મનસુખભાઇ તથા અ.હે.કો ચીરાગ જયંતીલાલ તથા અ.હે.કો અમરતજી રાધાજીનાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોકકસ હકીકત મળેલ કે બારડોલી તથા પલસાણા તાલુકાના ખેતરાડી વિસ્‍તારોમાંથી વીજ કંપનીના એગ્રીકલ્‍ચર લાઇનના વીજ તારની તાજેતરમાં જે ચોરીઓ થયેલ છે. તે ચોરીમાં ગયેલ વીજ તારનો જથ્‍થો રતન ઉર્ફે ફતેસીંગ રાજપુતનાએ તેનગામની હદમાં સગુન રેસીડેન્‍સીમાં દેવનારાયણ કોમ્‍પલેક્ષમાં આવેલ પોતાની ભંગારની દુકાનમાં છુપાવી રાખેલ છે. અને ત્‍યાથી સગેવગે કરવાની પેરવીમાં છે.

 જે બાતમી હકીકતના આધારે એલ.સી.બી શાખાના પોલીસ માણસો સાથે બાતમી હકીકતવાળી જગ્‍યાએ મૌજે તેનગામની હદમાં દેવનારાયણ કોમ્‍પલેક્ષમાં ગ્રાઉન્‍ડ ફલોર ઉપર આવેલ ભંગારની દુકાનમાં રેઇડ કરતા રતન ઉર્ફે ફતેસીંગ સોહનસીંગ રાજપુતનાને ચોરી કરેલ વીજતારનો જથ્‍થા સાથે ઝડપી પાડી, સઘન પુછપરછ કરતા તમામ ચોરીનો વીજતારનો જથ્‍થો સમીર નવસાદ શેખનાએ તેના સાગરીતો સાથે ચોરી કરી લાવી વેચાણ આપેલ હોવાનું અને અન્‍ય ચોરીનો વીજતારનો જથ્‍થો તેઓના ગોડાઉન ઉપર છુપાયેલ હોવાનું જણાવેલ

જેથી ઇસમને સાથે રાખી મૌજે બારાસડીઓની હદમા માનુ હુન્‍ડાઇ શોરૂમની સામે સમીર નવસાદ શેખના ભંગારના ગોડાઉન ઉપર દરોડો પાડતા વીજતારની ચોરી કરાવનાર મુખ્‍ય સુત્રધાર સમીર નવસાદ શેખ તથા તેના સાગરીતોને ચોરી કરેલ વીજતારનો જથ્‍થો કારમા ભરી સગેવગે કરતા ઝડપી પાડેલ, અને ગોડાઉનમાં ઝડતી તપાસ કરતા મોટા પ્રમાણમાં ઇલેકટ્રીક વીજતારનો ચોરીનો મુદામાલ મળી આવતા જપ્ત કરી, સઘન પુછપરછ કરતા છેલ્‍લા ૬ માસથી બારડોલી તથા પલસાણા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં પસાર થતી એગ્રીકલ્‍ચર વીજલાઇનના વીજતાર રાત્રીના સમયે કાપી, ચોરી કરેલ હોવાનુ અને અને ચોરી કરેલ માલ રતન ઉર્ફે ફતેસિંગ રાજપુત તથા બારડોલી આશીયાનાનગરમાં મદનલાલ તુલશીરામને આપેલ હોય અને જે બન્ને ભંગારના વેપારીઓએ ચોરીના  વીજ વાયરનો જથ્‍થો કીમ, લીમોદ્રા ખાતે એલ્‍યુમીનીયમ ગાળવાની રામા એલ્‍યુનીમીયમ ફેકટરી ચલાવતા મેઘજીભાઇ નામના ઇસમને વેચાણ આપેલ હોવાની કબુલાત કરતા સદર જેના આધારે કીમ લીમોદ્રાગામની હદમાં રામા એલ્‍યુમીનીયમ ફેકટરીમાં દરોડો પાડી ત્‍યાંથી પણ વીજતાર  સહિતનો મુદામાલ કબ્‍જે કરેલ છે.

(1:59 pm IST)