Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વિધાનસભામાં આવતા વર્ગ-૧ના અધિકારીઓ માટે ગણવેશ ફરજિયાત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧ : ગુજરાત વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કામગીરી માટે સચિવશ્રી તેમજ વિધાનસભાના અન્‍ય સિનિયર અધિકારીઓ ઉપસ્‍થિત રહે છે. વિધાનસભાની સમિતિઓના બેઠકમાં સમિતિ  સચિવે ઉપસ્‍થિત રહેવાનું હોય છે. વિધાનસભાના આ અધિકારીઓ માટે અગાઉ કોઇ ચોકકસ યુનિફોર્મ ન હતો.

વર્તમાન સમયમાં કોર્પોરેટ જગતમાં ટોચની કંપનીના સિનિયર અધિકારીઓ તેમના ડ્રેસ કોર્ડમાં જોવા મળે છે. ગુજરાત સરકારના અમુક નિગમમાં અધિકારીઓ માટે ડ્રેસ કોડ નકકી થયેલ છે. વિધાનસભાના પુર્વ અધ્‍યક્ષશ્રીઓ દ્વારા આ બાબત તેઓના ધ્‍યાન પર આવી ત્‍યારે નાયબ મુખ્‍યમંત્રીશ્રી (નાણાં) અને સંસદીય બાબતોના મંત્રી સાથે અનઔપચારીક બેઠકમાં અધ્‍યક્ષશ્રીએ વિધાનસભાના વર્ગ-૧ના અધિકારીઓ માટે ડ્રેસ કોર્ડ હોવો જોઇએ તેવી દરખાસ્‍ત રજુ કરવામાં આવી હતી.

આ દરખાસ્‍તનો સ્‍વીકાર વિધાનસભા સચિવાલય દ્વારા કરવામાં આવ્‍યો હતો. હવે વિધાનસભાના સત્રમાં સભાગૃહમાં કામગીરી માટે ઉપસ્‍થિત રહેતા સમિતિની બેઠકમાં સમિતિ સચિવ તરીકે ઉપસ્‍થિત રહેતા વિધાનસભા વર્ગ-૧ના અધિકારીઓ ડ્રેસ કોર્ડમાં ઉપસ્‍થિત રહે છે. જેને પરિણામે વિધાનસભાની ગરીમાં તથા મોભો  જળવાય છે અને વિધાનસભાના અધિકારીઓ અન્‍ય અધિકારીઓ કરતા અલગ તરી આવે છે. આમ વિધાનસભા સચિવાલય અને જે તે સમયના અધ્‍યક્ષશ્રીઓ દ્વારા આ બાબતને સમર્થન આપવામાં આવેલ છે.

(1:58 pm IST)