Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

દાદાગ્રામ આશ્રમશાળા સાણંદમાં બે દિવસની કૌશલ્ય વર્ધક કાર્યશાળા યોજાઇ

વિદ્યાર્થીનીઓએ મહેંદી રંગોલી રાખડી કાપડની થેલી ભરત ગુંથણ, ઊનની ટોપી, ડ્રેસ વગેરે કઈ રીતે બનાવવા, તેમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે તેનું નિદર્શન કરી શાળાના બાળકો જાતે આ વસ્તુઓ બનાવી શકે તેવું વ્યવહારિક જ્ઞાન કૌશલ્ય શીખવાડવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : એમ.પી. શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણીબેન એમ. પી. શાહ મહિલા આર્ટસ કોલેજ કડીના આચાર્યા  હીનાબેન એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ N.S.S  વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર હરસુખ પરમાર, કમિટી સભ્યો ધર્મેન્દ્ર ચૌધરી રતનબેન સોલંકી અને વિદ્યાર્થીનીઓ દ્વારા દાદાગ્રામ આશ્રમશાળા સાણંદ મુકામે કૌશલ્ય વર્ધક કાર્યશાળાનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી  ગૌતમભાઈ રાવલ રાજપૂત સમાજના અગ્રણી અજીતસિંહ બારડ તથા આશ્રમ શાળાના સંચાલક જેસંગભાઈ ઠાકોર અને લાયન્સ ક્લબ ઓફ સાણંદના પૂર્વ પ્રમુખ વિપુલ ઠાકોર વગેરે મહાનુભાવનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસની આ શિબીર દરમિયાન વિદ્યાર્થીનીઓએ મહેંદી રંગોલી રાખડી કાપડની થેલી ભરત ગુંથણ, ઊન ની ટોપી, ડ્રેસ વગેરે કઈ રીતે બનાવવા  તેમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે તે સર્વ બાબતોનું નિદર્શન કરી શાળાના બાળકો જાતે આ વસ્તુઓ બનાવી શકે તેવું વ્યવહારિક જ્ઞાન કૌશલ્ય શીખવાડવામાં આવ્યું હતું તેમજ વિવિધ નાસ્તાની વાનગીઓ વિશે પણ નિદર્શન અને જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(12:39 pm IST)