Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

SBI પેન્‍શનર્સ એસો.ની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ભવ્‍ય વિજયઃ પ્રમુખ તરીકે ચોકસીઃ મહામંત્રી કમાલ કાદરી

ગુજરાત રાજયનાં બેંકનાં ૧૧૦૦૦ જેટલા નિવૃતો આ સંગઠન સાથે સંકળાયેલ : રાજયભરમાં પેન્‍શનર્સ ભાઇઓ-બહેનો દ્વારા વિજયોત્‍સવ મનાવાયો

રાજકોટ તા. ૧ :.. દેશની સૌથી મોટી બેંક ઓફ ઇન્‍ડીયાના ૧૧ હજારથી વધુ ગુજરાત રાજયના નિવૃત અધિકારીઓ અને કર્મચારીઓના બનેલા રાજય વ્‍યાપી બીન રાજકોટ સંગઠન એસ. બી. આઇ. પેન્‍શનર્સ એસોસીએશનની ત્રિવાર્ષિક ચૂંટણી ભરોસા પેનલ અને પરિવર્તન પેનલ વચ્‍ચે યોજાયેલ જેમાં નવીન વિચાર, નવીન ઉત્‍સાહ સાથે પોતાની ફરજ દરમ્‍યાન બેંક કર્મચારી યુનિયન અને એસોસીએશનમાં નાની-મોટી અનેક જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળનાર  નિવડેલા કસાયેલા અગ્રણીઓની પરિવર્તન પેનલ ચૂંટણીના મેદાનમાં ઉતરેલ જેમાં કોમરેડ આર. એન. ચોકસી અને કોમરેડ કમાલભાઇ કાદરીના વડપણ હેઠળની પરિવર્તન પેનલનો ઝળહળતો ભવ્‍ય વિજય થતાં રાજયભરમાં ઠેરઠેર પેન્‍શનર્સ ભાઇઓ-બહેનો દ્વારા ઉત્‍સાહપૂર્વક વિજયોત્‍સવ મનાવવામાં આવેલ.પેન્‍શનર્સ એસોસીએશન ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં પ્રમુખ તરીકે આર. એન. ચોકસી અને જનરલ સેક્રેટરી તરીકે કમાલ કાદરી વિજયી બનેલ ત્રણ ઉપપ્રમુખ તરીકે ચિંતક પટેલ, પી. જી. પારધી, સુભાષ પટેલ, જોઇન્‍ટ જનરલ સેક્રેટરી તરીકે ત્રણ ઉમેદવારો કાંતિલાલ પરમાર, ગુણવંત પટેલ, રમણ વાઘેલા, સંગઠન મંત્રી તરીકે  કે. વી. શાહ, ટ્રેઝરર તરીકે રવિ સોલંકી આસીસ્‍ટન્‍ટ ટ્રેઝરર તરીકે જગત પટેલ વિજેતા જાહેર થયેલ છે.

આ ઉપરાંત ડેપ્‍યુટી જનરલ સેક્રેટરી તરીકે વિભાગમાં મુકેશ દવે (અમદાવાદ) વસ્‍તાભાઇ વણકર (ગાંધીનગર), આર. આર. દેસાઇ (સુરત) શરદભાઇ દવે (રાજકોટ) રાજેન્‍દ્ર સમોત (ભાવનગર), સુધીર જાની (બરોડા) તમામ જંગી બહુમતીથી વિજેતા જાહેર થયેલ છે. પ્રથમ વાર જ ચૂંટણી લડનાર પરિવર્તન પેનલમાં જય જયકારને ભરતસિંહ ચૌહાણ, હેમંત આચાર્ય, યુ. ડી. પટેલ, ઘનશ્‍યામભાઇ જાગાણી, જયેન્‍દ્રભાઇ ભટ્ટ, કે. સી. પંડયા, મનુભાઇ કનેરીયા, જયેશ મત્રોડીયા, અજીત ચૌહાણ, અનુપમ દોશી સહિતના બેંકના નિવૃત ઉચ્‍ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ આવકારી અભિનંદન અને મંગલમય શુભકામનાઓ પાઠવી છે.

(12:31 pm IST)