Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

શુક્રવારે રિલીઝ થશે ભરપુર મનોરંજક ગુજરાતી ફિલ્‍મ ‘ગુજરાતથી ગોવા'

લખલૂટ ખર્ચે બનેલી ફિલ્‍મમાં ગોવાના દ્રશ્‍યો કંડારવા આખી ક્રુઝ ભાડે રખાઇ હતીઃ બોલીવૂડના વિલન શક્‍તિકપૂર પહેલીવાર જોવા મળશે ગુજરાતી ફિલ્‍મમાં: એક સમયના અભિનેતા રાજદિપની દિગ્‍દર્શક તરીકેની પહેલી ફિલ્‍મ

રાજકોટ તા. ૧: ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી હવે એક એકથી ચઢીયાતી અને અલગ અલગ વિષયો ધરાવતી મનોરંજક ફિલ્‍મો આપે છે. આ કારણે જ લોકો હવે ગુજરાતી ફિલ્‍મો નિહાળતાં થયા છે. ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે ત્‍યારે વધુ એક ભરપુર મનોરંજક ગુજરાતી ફિલ્‍મ આ શુક્રવારે ૩ માર્ચના રોજ રિલીઝ થઇ છે. ફિલ્‍મનુંનામ ગુજરાતથી ગોવા' છે.

અગાઉ બજેટના અભાવે નિર્માતા-દિગ્‍દર્શકે ચાલી જશે... ચલાવી લેશું... નો આશરો લેવો પડતો. જોકે નવી પેઢીના સર્જકોની સાથે હવે પીઢ સર્જકો પણ પર્ફેક્‍શનનો આગ્રહ રાખવા માંડ્‍યા છે. તાજેતરમાં આવેલી અનેક ફિલ્‍મોએ આ વાત પુરવાર કરી છે. ફિલ્‍મ સર્જકોના આ નવા ટ્રેન્‍ડને દર્શકો પણ વધાવી રહ્યા છે.ᅠᅠᅠ

એક સમયે હીરો તરીકે ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી ગજવનાર અવ્‍વલ દરજ્જાના કલાકારરાજદીપદિગ્‍દર્શક તરીકેની તેમની પહેલી ગુજરાતી ફિલ્‍મગુજરાતથી ગોવા' લાવી રહ્યા છે. આ ફિલ્‍મ શુક્રવારે ૩ માર્ચે ગુજરાતભરમાં રિલીઝ થઈ રહી છે. પર્ફેક્‍શનના આગ્રહી રાજદીપે ફિલ્‍મમાં આવતાગોવાના દૃશ્‍યો શૂટ કરવા માટે ચાર દિવસ એક લક્‍ઝરી ક્રુઝ ભાડે રાખી હતી.ક્રુઝ પર ફિલ્‍મના મહત્ત્વના સીન ફિલ્‍માવાયા છે.

ફિલ્‍મની વાર્તા વિશે રાજદીપ કહે છે કે પૈસાદાર પિતાના બે સંતાનની વાત છે. જેઓ ખોટી સોબતને કારણે મુસીબતમાં મુકાય છે અને એમાંથી બહાર આવવાની તેમની મથામણ દર્શાવવામાં આવી છે. એ સાથે આજની પેઢીના યુવાનો માટે એક સંદેશ પણ છે. ફિલ્‍મમાં અલગ અલગ મૂડના ચાર ગીતો છે. અમે લખલૂટ ખર્ચે ફિલ્‍મના અતિ મહત્ત્વના દૃશ્‍યો ક્રુઝ પર ફિલ્‍માવ્‍યા છે. શુટીંગમાં બોલિવુડના વિખ્‍યાત વિલનશક્‍તિ કપૂરઉપરાંત બે હીરોઅક્ષત ઇરાનીઅનેયશ શાહસહિત અન્‍ય કલાકારો સાથે ક્રુઝ પર ફિલ્‍માવાયેલા દૃશ્‍યો ફિલ્‍મની વાર્તાના ટર્નિંગ પોઇન્‍ટ છે.

રાજદીપે વધુમાં જણાવ્‍યું કે, ગુજરાતથી ગોવા એક એન્‍ટરટેઇન્‍મેન્‍ટ ફિલ્‍મ છે જેમાં મુખ્‍ય આકર્ષણ છે શક્‍તિ કપૂર. જે પહેલીવાર એક ખૂંખાર વિલન તરીકે જોવા મળશે. ઉપરાંત ક્રુઝ પર ફિલ્‍માવાયેલો બેલે ડાન્‍સ પણ દર્શકોને પસંદ પડશે. એ સિવાય હિન્‍દી ફિલ્‍મ-ટીવી સિરિયલના જાણીતા કલાકાર શેખર શુક્‍લા (અનુપમા ફેઇમ), એક સમયની ઢોલિવુડની ઝાઝરમાન અભિનેત્રી મીનાક્ષી જેવા કલાકાર પણ એક અલગ અંદાજમાં જોવા મળશે.

સ્‍મિત વંદન ફિલ્‍મ પ્રોડક્‍શન હેઠળ બનેલી ફિલ્‍મ સમગ્ર ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થઈ રહી છે. જેના નિર્માતા  સ્‍મિતા બી બારોટ,ઈન્‍દિરાબેન એમ. પટેલ,વિનલબેન એસ. પટેલ,વંદના બી. રાવલ,ઈરફાના એફ. હુનાની,ઝમીર ખાન છે. સંગીત શિવમ બાગ્‍ચીનું અને ગીતો કેશવ રાઠોડ, હેમંત અને માહિલ પલ્લવીનાં છે. એક્‍શન કોરિયોગ્રાફી દિલીપ યાદવની છે.

ફિલ્‍મમાં શક્‍તિ કપૂર,અક્ષત ઈરાની,યશ શાહ,શેખર શુક્‍લા,મીનાક્ષી મણિ,હૃદયા સિંહ,તનુ રાઠોડ,સાહિલ ખાન,શાહરૂખ સાદરી,આત્‍મારામ ત્રિપાઠી,ભરત બ્રહ્મભટ્ટ,સ્‍મિતા બારોટ,સાવન રાજ,અમી નીમા,અસ્‍મી રિશાલ,કૌશર મલેક જાગૃતિ પરીખ,આશિષ સુખડવાલા,રાજુ ભરૂચી,રોબી,ઈરફાના એફ. હુનાની,સમીર ફનાસિયા,રાજીવ પંચાલ,પંકજ પાઠકજી,પ્રવિણપાન પાટીલ,પ્રકાશ મસાલાવાલા,અકબર ખાન,અસલમ ખાન,દેવાંગ રાવલ,રોશની રાઠોડ,ડો. વિનોદ ગોર,કાશ્‍મીરા સુખડવાલા,વંદના રાવલ અને રાજદીપે અભિનયના ઓજસ પાથર્યા છે.

(12:02 pm IST)