Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

સાયન્સ ડ્રામા અને સાયન્સ પ્રેક્ટીકલ પ્રયોગ દ્વારા બોરીદ્રા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થઈ ઉજવણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતદેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો વિશે સમાજમાં જાગૃતિ લાવવા અને વિજ્ઞાનની વિચારસરણી નો ફેલાવો થાય તે હેતુ થી 28 ફેબ્રઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક સી. વી. રામને, શોધેલા રામન કિરણોની જાહેરાત તેઓએ 28 ફેબ્રુઆરી એ કરી હતી અને તેમની આ શોધના કારણે તેઓને ઇ. સ.1930મા નોબલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આ મહાન વૈજ્ઞાનિક એ શોધેલા રામન કિરણોની જાહેરાતના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

  બોરિદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીના આયોજનથી અનોખી રીતે સાયન્સ ડ્રામા અને સાયન્સ પ્રેકટીકલ પ્રયોગ બાળકોએ રજૂ કરીને વિષેશ પ્રવૃત્તિઓ કરાવી હતી.1થી 8ના તમામ બાળકોએ વિજ્ઞાન ટેક્નોલોજીને લગતા સંવાદ રજૂ કર્યા હતા. તેમજ વિજ્ઞાન શિક્ષિકા ફાલ્ગુનીબેનના ખાસ માગૅદશૅન હેઠળ તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ અને વિજ્ઞાન પ્રયોગ બાળકોએ રજૂ કર્યા હતા.

 ધોરણ 3થી 5ના બાળકોએ સાયન્સ ડ્રામા રજૂ કરીને સમાજમાં જાગૃતિ લાવવાનો ખૂબ ઉમદા પ્રયાસ કર્યો હતો. વિજ્ઞાન શિક્ષિકા બહેનની આવડત અને મુખ્ય શિક્ષકના કંઇક નવું કરવાના પ્રયત્નોથી બોરિદ્રના બાળકોએ વિજ્ઞાન ને લગતી જુદી જુદી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવીને અનોખી રીતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરી હતી.s.m.c બોરિદ્રાએ આવા ઉત્તમ કાર્યની પ્રશંસા કરી કેટલાક શિક્ષણવિદોએ મુખ્ય શિક્ષકના આ પ્રયાસને ખૂબ બિરદાવ્યો હતો. વિજ્ઞાનના પ્રયોગ ઉત્તમ કાર્ય કરનાર અને શ્રેષ્ઠ સાયન્સ ડ્રામા રજૂ કરનારા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(10:07 am IST)