Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજપીપળા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ડોક્ટર નિખિલ મહેતા ની પેનલનો ભવ્ય વિજય

પેનલના તમામે તમામ 11 ઉમેદવારો વિજેતા નીવડ્યા : સામાન્ય વિભાગની આઠ બેઠકો મહિલા અનામતની બે બેઠક તેમજ એસસી એસટી વિભાગની એક અનામત બેઠક ઉપર ડોક્ટર નિખિલ મહેતાની પેનલનો વિજય દરબાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા નાગરિક સહકારી બેંકના સંચાલક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં મતગણતરી ગતરોજ મોડી સાંજના હાથ ધરવામાં આવતા ચૂંટણી રસાકસીપૂર્ણ બનશે એની અટકણો ઉપર બ્રેક લાગી હતી અને આ ચૂંટણી વન સાઈડ બની હતી , ચૂંટણીમાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલના તમામે તમામ 11 ઉમેદવારો વિજયી નિવડ્યા હતા, જ્યારે તેઓના પ્રતિસ્પર્ધી તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો.

 નાગરિક સહકારી બેંકની આઠ સામાન્ય બેઠકો બે સ્ત્રી અનામત બેઠકો અને એક એસ.ટી .એસ.સી વિભાગની અનામત બેઠક મળી કુલ 11 બેઠકોની ચૂંટણી તારીખ 26 મીના રોજ યોજાઇ હતી જેને મતગણતરી સાંજે બેંકના સભાખંડ ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ મહિલા અનામતની બે બેઠકોના પરિણામો જાહેર થતાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલના જિજ્ઞાસા બેન રાજેન્દ્રભાઈ પટેલ ને 1974 મત પ્રાપ્ત થયા હતા. જ્યારે કલ્પનાબેન કે પટેલ ને 1700 મત પ્રાપ્ત થયા હતા જેથી તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, મહિલા બેઠકો પર ચૂંટણી લડતા વૈભવીબેન શાહને 1301 અને જ્યોતિબેન સથવારાને 899 મત પ્રાપ્ત થયા હતા.
બીજું પરિણામ એસસી એસટી અનામત બેઠકનો જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિક સહકારી બેંકના પુર્વ ડિરેક્ટર વીરસીંગભાઇ તડવી અને ડોક્ટર નૈસદ પરમાર વચ્ચે ખરા-ખરીનો જંગ જોવા મળ્યો હતો 1522 મત પ્રાપ્ત થયા હતા જ્યારે વીરસિંગ ભાઈ તડવી ને 1492 મત મળતા માત્ર 30 મતે વિજય થયો હતો.
સામાન્ય વિભાગની આઠ બેઠકોનો પરિણામ મધ્યરાત્રીએ 12 વાગ્યા પછી જાહેર થયું હતું જેમાં ડોક્ટર નિખિલ મહેતાની પેનલના તમામે તમામ આઠ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો ડોક્ટર નિખિલ મહેતાને 2433 મત ડોક્ટર સમીર મહેતાને 2366 મત તેજસભાઈ ગાંધીને 2223 મત મનહરભાઈ માલીને 2154 મત અમિતભાઈ ગાંધીને 2038 મત હરેશભાઈ ગાંધીને 1967 મત ધર્મેશભાઈ પંડ્યાને 1851 મત અને પદ્મકાંત કાચા અને 1841 મત મળતા આ તમામ આઠ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બેંકના પૂર્વ ચેરમેન તેમજ એમડી રહી ચૂકેલા પંકજભાઈ વ્યાસ ને 1581 મત પાંકીલ ભાઈ પટેલને 1474 મત વિક્રમભાઈ મલવ્યા ને 1211 મત અને કિરણ પંડ્યાને 1027 મત મળતા તેઓનો પરાજય થયો હતો

(10:30 pm IST)