Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની રાજપીપળા ખાતે યોજાયેલી મિટિંગમાં નિમણુક પત્રો એનાયત કરાયા

- મિટિંગમાં પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવા અને અન્ય મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, સાથે તમામ હોદેદારોનાં અભિપ્રાય લઈ આગળની રૂપરેખા નક્કી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા નર્મદા જિલ્લા ખાતે નવનિયુક્ત પ્રતિનિધિઓ ને નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
  અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દેશના ૨૨ રજ્યોમાં અસ્તિત્વ ધરાવે છે અને પત્રકારો ની સુરક્ષા માટે કાયદો ઘડાઈ એ હેતુ લઈને પ્રતિનિધિત્વ કરી રહી છે. અને એજ હેતુ સાથે ગુજરાત માં હાલ દરેક જિલ્લા માં પત્રકાર મિત્રોને જોડવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે. જેના ભાગ રૂપ તા. ૨૮/૨/૨૦૨૩ના રોજ રાજપીપલા ખાતે એક મિટિંગનું આયોજન થયું હતું.
આ મિટિંગ માં ગુજરાત પ્રદેશના મહામંત્રી ભાવેશભાઇ મુલાણી, ગુજરાત, પ્રદેશ મંત્રી શૈલેષભાઇ પરમાર તથા દક્ષિણ ઝોન પ્રભારી જ્યોતિન્દ્રભાઇ ગોસ્વામી હાજર રહ્યા હતા. પ્રદેશમાંથી આવેલ મેહમાનોનું નર્મદા જિલ્લાના પત્રકાર મિત્રો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.
આ મિટિંગમાં ભરતભાઈ શાહને નર્મદા જિલ્લા પ્રભારી, જયદીપસિંહ રાઠોડને જિલ્લા પ્રમુખ, ઈકરામભાઇ મલેક ને જિલ્લા મહામંત્રી,ઉપપ્રમુખ તરીકે વિજયસિંહ વાંસીયા ,દિનેશભાઈ વસાવા તથા છત્રસિંહ રાઠોડ, મંત્રી તરીકે અબ્દુલ વહાબ શેખ, અજયભાઈ વસાવા, જયંતી ભાઈ પરમાર, અમૃતભાઈ વસાવાની નિમણુંક થતા આ તમામ પ્રતિનિધિઓ ને નિમણુક પત્રો એનાયત કરાયા હતા. તમામ નિમાયેલ પ્રતિનિધિ ઓ એ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના નિયમોને વરીને સંસ્થાને આગળ વધાવવાની તૈયારી સાથે કામ કરવાની ખેવના દર્શાવી હતી

   
(10:29 pm IST)